માર્ચમાં આટલા દિવસ બંધ રહેશે બેંક, જાણો આખી લિસ્ટ

Webdunia
મંગળવાર, 5 માર્ચ 2019 (17:19 IST)
માર્ચ મહિનામાં મહાશિવરાત્રી મળીને પાંચ દિવસ બેંક બંધ રહેવાની છે. આવામાંજો તમને બેંકના કામ આ દિવસો દરમિયાન કરવાના છે તો પહેલા જ કરી લેવા યોગ્ય રહેશે.  દેશમાં 20 અને 21 માર્ચની હોળી છે અને આ બંને દિવસો દરમિયાન મોટાભાગના રાજ્યોમાં બેંક બંધ રહેશે.  આખા દેશમાં બેંક ફક્ત રાષ્ટ્રીય રજાઓના દિવસે જ બંધ રહે છે. આવો જાણીએ માર્ચ મહિનાનુ આખુ લિસ્ટ. 
 
ગઈકાલે મહાશિવરાત્રિના કારણે બેંક આખા દેશમાં બંધ હતી. 20 માર્ચ બુધવારે હોળીને કારણે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ આંધ્રપ્રદેશ જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં રજાઓ રહેશે.  21 માર્ચ ગુરૂવારે રંગવાળી હોળી હોવાથી દેશની મોટાભાગની બેંક બંધ રહેશે. 
 
- બિહારમાં 22 માર્ચ શુક્રવારે બિહાર ડે છે જેને કારણે રાજ્યમાં બેંક બંધ રહેશે. મતલબ બિહારમાં બેંક 21 માર્ચ 23 માર્ચ ના રોજ બંધ રહેશે નએ 23 માર્ચ ના રોજ ચોથો શનિવાર છે અને ચોથા શનિવારે બેંક બંધ રહે છે. 
 
- પંજાબમાં 21 માર્ચની હોળી અને 23 માર્ચના રોજ શહીદ ભગત સિંહની પુણ્યતિથિ છે. જેને કારણે બેંક પંજાબમાં 21 અને 23 માર્ચના રોજ બંધ રહેશે. 
 
- દેશભરમાં બીજા અને ચોથા શનિવારે બેંક બંધ રહે છે. બીજો શનિવાર 9 માર્ચ અને ચોથો શનિવાર 23 માર્ચના રોજ છે. 

સંબંધિત સમાચાર

Next Article