IRCTC/Indian Railways: આઈઆરસીટીસી ચાર ધામ યાત્રા માટે ચલાવશે સ્પેશ્યલ ટ્રેન, આ છે પૂરી ડીટેલ

Webdunia
બુધવાર, 7 જુલાઈ 2021 (19:25 IST)
IRCTC Indian Railways દેશભરમાં કોરોના સંકમણના મામલા ઓછા થઈ રહ્યા છે. આવામાં ભારતીય રેલવે પણ હવે મુસાફરોની વધતી સંખ્યાને જોતા ટ્રેનની સંખ્યામાં વધારો કરી રહ્યા છે.  IRCTC એ સપ્ટેમ્બરમાં ચાર ધામ યાત્રા સંચાલિત કરવાનો નિર્ણય કર્યો છે.  મળતી માહિતી મુજબ સ્પેશલ ટ્રેન-બદ્રીનાથ, જગન્નાથ પુરી, રામેશ્વરમ અને દ્વારાકાધીશ સહિત અનેક તીર્થ સ્થળના દર્શન કરાવશે. રામાયણ સર્કિટ પર સંચાલિત થનારી શ્રી રામાયણ યાત્રા ટ્રેનની લોકપ્રિયતા અને સફળતા પછી IRCTC એ હવે દેખો અપના દેશ હેઠળ ચાર ધામ યાત્રા માટે ડિલક્સ AC ટુરિસ્ટ ટ્રેનની શરૂઆત કરવાની યોજના બનાવી છે. 
 
16 દિવસમાં પુરુ થશે ટૂર પેકેજ 
મળતી માહિતી અનુસાર ચારધામ યાત્રાનું પૂર્ણ પેકેજ 16 દિવસનું હશે. આ યાત્રા  18 સપ્ટેમ્બર, 2021થીદિલ્હીના સફદરજંગ રેલ્વે સ્ટેશન પરથી શરૂ થશે જેમા માન ગામ (ચીન સરહદની નજીક), નરસિંહ મંદિર (જોશીમઠ), ઋષિકેશ, જગન્નાથ પુરી સહિત પુરીનુ ગોલ્ડન બીચ, કોણાર્કનુ સૂર્ય મંદિર, ચંદ્રભાગા સમુદ્ર તટ,  ધનુષકોડી સહિત રામેશ્વરમ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, દ્વારકાધીશ, શિવરાજપુર સમુદ્ર તટ અને બેટ દ્વારકા વગેરેના દર્શન કરાવવામાં આવશે.
 
મુસાફરોને કરાવવામાં આવશે કુલ 8500 કિમીની યાત્રા 
 
આ ટૂર પેકેજ દરમિયાન મુસાફરોને દેશમાં કુલ 8500 કિલોમીટરની યાત્રા કરાવાશે. સ્ટેટ ઓફ આર્ટ ડીલક્સ AC ટુરિસ્ટ ટ્રેનમાં મુસાફરો માટે અનેક સુવિદ્યાઓ આપવામાં આવશે.  IRCTC તરફથી બતાવ્યુ છે કે ટ્રેનમાં બે મસ્ત ડાઈનિંગ રેસ્ટોરેંટ, એક આધુનિક કિચન, કોચમાં શાવર, ક્યુબિકલ્સ, સેંસર આધારિત વોશરૂમ, ફંકશન, ફૂટ મસાજર અનેક સુવિદ્યાઓ મળશે. સંપૂર્ણ રીતે એરકંડીશનિંગ ટ્રેન બે પ્રકારના આવાસ પ્રદાન કરે છે. - ફર્સ્ટ એસે અને સેકંડ એસી. 
 
ટ્રેનમાં રહેશે સુરક્ષાની વિશેષ વ્યવસ્થા 
 
આ પૂરી યાત્રા દરમિયાન મુસાફરોની સુરક્ષાનુ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યુ છે. સાથે જ કોવિડ 19 મહામારીના સંબંધમાં પણ વિશેષ સાવધાની રાખવામાં આવી રહી છે.  ટ્રેનના દરેક કોચમાં  CCTV કૈમરા ઉપરાંત સુરક્ષા ગાર્ડ પણ ગોઠવાશે.   IRCTCએ ઘરેલુ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારની પહેલ દેખો અપના દેશના મુજબ આ વિશેષ પર્યટક ટ્રેનની શરૂઆત કરી છે. 
 
આ છે ટૂર પેકેજની પૂરી કિમંત 
 
ચાર ધામ યાત્રાનું પેકેજ 78,585 રૂપિયા વ્યક્તિ દીઠ આપવું પડશે, જેમાં અનેક લક્ઝરી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. AC ક્લાસમાં ટ્રેન યાત્રા, ડીલક્સ હોટલમાં રહેઠાણ, ભોજન, પર્વતીય વિસ્તારને છોડીને એસી વાહનોમાં દર્શનીય સ્થળોની યાત્રા, યાત્રા વીમો અને આઈઆરસીટીસી ટુર મેનેજરોની સેવાઓનો સમાવેશ છે. ઉલ્લેખનીય છે કે 156 પર્યટકોની કુલ ક્ષમતાવાળી આ ટ્રેનમાં ફક્ત 120 પર્યટકો માટે જ બુકિંગ કરી શકાય છે. 

સંબંધિત સમાચાર

Next Article