હવાઈ યાત્રાને લઈને મોટો નિર્ણય, હવે સંપૂર્ણ યાત્રી ક્ષમતા સાથે ઉડશે ફ્લાઈટ, સરકારે 18 ઓક્ટબરથી આપી મંજૂરી

Webdunia
મંગળવાર, 12 ઑક્ટોબર 2021 (17:27 IST)
Domestic flights: એયર સર્વિસને લઈને સરકાર તરફથી રજુ થયેલા એક તાજા નિવેદન મુજબ 18 ઓક્ટોબર 2021થી બધી એયરલાઈન દોમેસ્ટિક રૂટ્સ પર 100 ટકા કૈપેસિટી સાથે ઓપરેશન ચાલુ રાખી શકે છે. વર્તમાનમાં ડોમેસ્ટિક રૂટ ફક્ટ 85 ટકા ક્ષમતા સાથે ઉડાન ભરવાની અનુમતિ છે.  
 
 
18 ઓક્ટોબરથી પૂરી ક્ષમતા સાથે ઉડાણ ભરી શકશે ડોમેસ્ટિક ફ્લાઈટ
 
મંત્રાલયે જણાવ્યું કે શિડ્યુઅલ ડોમેસ્ટિક ઓપરેશન અને તેની સામે પેસન્જર ડિમાન્ડની હાલની માગની સમિક્ષા બાદ 18 ઓક્ટોબરથી કોઈ પણ જાતના ક્ષમતા પ્રતિબંધ વગર શિડ્યુઅલ ડોમેસ્ટિક એર ઓપરેશનને પુર્વવત કરવાનો નિર્ણય લેવાયો છે. 
 
ગયા વર્ષે કોરોના લોકડાઉન બાદ જ્યારે હવાઈ સેવા ફરીથી શરૂ કરવામાં આવી હતી (મે 2020), પૂર્વ-કોવિડ સ્તરની સરખામણીમાં એરલાઇનની ક્ષમતા ધીમે ધીમે વધારવામાં આવી હતી. હાલમાં તે 85 ટકા છે. સરકારના આ નિર્ણયથી એરલાઇન કંપનીઓને ઘણો ફાયદો થશે. તેઓ વધુ ઉડાન ભરી શકશે. તહેવારોની મોસમ આવી ગઈ છે. આવી સ્થિતિમાં, 100 ટકા ક્ષમતાનો ઉપયોગ કરીને, તેમની આવકમાં પણ નોંધપાત્ર વધારો થશે.

સંબંધિત સમાચાર

Next Article