ગોંડલ માર્કેટયાર્ડમાં ઉનામાંથી કેસર કેરીનાં 150 જેટલાં બોક્સની આવક, એક બોક્સે 900નો વધારો

Webdunia
ગુરુવાર, 14 માર્ચ 2024 (16:28 IST)
rate of Kesar Mango

ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં કેસર કેરીનું આગમન થઈ ગયું છે. ગોંડલ માર્કેટ યાર્ડના ફ્રૂટ અને શાકભાજી માર્કેટ યાર્ડમાં ઉના પંથકમાંથી કેસર કેરીનું માર્કેટ યાર્ડમાં આગમન થયું છે. મુહૂર્તમાં કેસર કેરીના એક બોક્સે રૂ.900નો વધારો જોવા મળ્યો છે.

ગોંડલ માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસે જ ઉના પંથકમાંથી કેસર કેરીના 150 જેટલા બોક્સની આવક થવા પામી છે. આ સાથે જ માર્કેટ યાર્ડમાં કેરીની સીઝન દરમિયાન સાસણ ગીર, તાલાલા, ઉના, કચ્છ સહિતના પંથકમાંથી કેસર કેરીની પુષ્કળ પ્રમાણમાં આવક થતી હોય છે.દર વર્ષ કરતા આ વખતે કેસર કેરીની સીઝનનો ગોંડલમાં એક સપ્તાહ મોડો પ્રારંભ થયો છે.

ગત વર્ષે સીઝન કરતા વહેલી આવક જોવા મળી હતી. યાર્ડમાં સીઝનની પ્રથમ કેસર કેરીના 150 બોક્સની આવક જોવા મળી હતી. જો કે બજારમાં કેસર કેરીની સીઝનના પ્રારંભ સાથે કેસર કેરીના સ્વાદ પ્રેમીઓનો કેરીના આગમનને લઈને આતૂરતાનો અંત આવ્યો છે.જુના માર્કેટ યાર્ડમાં હરાજીમાં મુહૂર્તના કેસર કેરીના 10 કિલોના બોક્સના ભાવ રૂપિયા 1900થી લઈને 3000 સુધીનો ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. આમ, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મુહૂર્તમાં કેસર કેરીના એક બોક્સે રૂ. 900નો વધારો જોવા મળ્યો હતો જેથી ખેડૂતો હાલ ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર

Next Article