એચડીએફસી બેંકે લૉન્ચ કર્યું રીગેલિયા ગોલ્ડ ક્રેડિટ કાર્ડ, ફાયદા તો ગણ્યે ગણાય નહી વિણે વિણાય નહી

Webdunia
મંગળવાર, 28 માર્ચ 2023 (08:49 IST)
એચડીએફસી બેંકે આજે રીગેલિયા ગોલ્ડ ક્રેડિટ કાર્ડ લૉન્ચ કરવાની જાહેરાત કરી હતી, જે તેની રીગેલિયા રેન્જના ક્રેડિટ કાર્ડમાં બેજોડ વિશેષતાઓ અને લાભ ધરાવતું સુપર-પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ છે. આ કાર્ડ ટ્રાવેલ અને લાઇફસ્ટાઇલ સેગમેન્ટના ઘણાં બધાં શ્રેણીમાં શ્રેષ્ઠ લાભ ધરાવે છે, જેની મદદથી ગ્રાહકો સમગ્ર વિશ્વમાં ખેડવામાં આવેલા પ્રવાસ માટે અને એક્સક્લુસિવ રીગેલિયા ગોલ્ડ કેટલૉગ મારફતે પ્રીમિયમ બ્રાન્ડ્સના કલેક્શન પર રીવૉર્ડ્સ રીડીમ કરી શકે છે.આ ઉપરાંત, તે કાર્ડધારકોને સમગ્ર વિશ્વમાં એરપોર્ટ લૉન્જના કૉમ્પ્લિમેન્ટ્રી ઍક્સેસ અને પ્રીમિયમ સીમાચિહ્નરૂપ લાભ પણ પૂરાં પાડે છે.
 
રીગેલિયા ગોલ્ડ એ ‘સુપર પ્રીમિયમ કેટેગરી’માં એચડીએફસી બેંકની તાજેતરની રજૂઆત છે. આ ક્રેડિટ કાર્ડ ઊંચી આવક ધરાવતા લોકોને ઉપલબ્ધ થશે તથા તેની રચના ખાસ કરીને પ્રવાસીઓ અને લાઇફસ્ટાઇલ ઉત્સાહીઓની જરૂરિયાતોને પૂરી કરવા માટે કરવામાં આવી છે.
 
એચડીએફસી બેંકના પેમેન્ટ્સ, કન્ઝ્યુમર ફાઇનાન્સ, ડિજિટલ બેંકિંગ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ગ્રૂપ હેડ શ્રી પરાગ રાવે જણાવ્યું હતું કે, ‘અમે હંમેશા ગ્રાહકોના લગભગ દરેક સેગમેન્ટને સેવા પૂરી પાડવા માટે પ્રયત્નશીલ રહીએ છીએ. ઘણાં લાંબા અંતરાલ પછી ટ્રાવેલ અને લાઇફસ્ટાઇલ એમ બંને સેગમેન્ટ વિકાસના સંદર્ભમાં મજબૂત જણાઈ રહ્યાં છે. લોકોનો જીવનશૈલી સુધારવા પાછળ થતો ખર્ચ વધ્યો છે. 
 
ટ્રાવેલ અને લાઇફસ્ટાઇલની જરૂરિયાતોને પૂરી કરવા માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવેલું ક્રેડિટ કાર્ડ અમારા મતે ગ્રાહકોના વ્યાપક બેઝની જરૂરિયાતોને પૂરી કરશે. રીગેલિયા ગોલ્ડ વિવિધ પ્રકારની એક્સક્લુસિવ ઑફરો અને લાભ દ્વારા વન સ્ટોપ સોલ્યુશન પૂરું પાડે છે તેમજ ગ્લોબલ ટ્રાવેલ ફેસિલિટેટર્સ અને એરપોર્ટ લૉન્જનું ઍક્સેસ આપે છે તથા લાઇફસ્ટાઇલ બ્રાન્ડ્સ પર ખાસ લાભ પણ પૂરાં પાડે છે.’
 
આ તદ્દન નવા રીગેલિયા ગોલ્ડ ક્રેડિટ કાર્ડ દ્વારા તમને પ્રાપ્ત થશેઃ
 
શ્રેણીમાં શ્રેષ્ઠ રીડમ્પ્શન પ્રોગ્રામઃ
o તમે વૈશ્વિક ફ્લાઇટ્સ +હોટેલોમાં રોકાણ +એરમાઇલ્સ પર તથા એક્સક્લુસિવ રીગેલિયા ગોલ્ડ કેટલૉગ મારફતે પ્રીમિયમ બ્રાન્ડ્સના કલેક્શન પર રીવૉર્ડ્સ રીડીમ કરી શકો છો.
 
મુસાફરીનો એક વિશિષ્ટ અનુભવઃ
o ક્લબ વિસ્તારાની સિલ્વર ટીયર મેમ્બરશિપ અને એમએમટી બ્લેક એલિટ મેમ્બરશિપ
o વિશ્વમાં કોઇપણ એરપોર્ટ પર લૉન્જનું ઍક્સેસ તથા પ્રાયોરિટી પાસ મેમ્બરશિપ
o કૉમ્પ્લિમેન્ટ્રી એરપોર્ટ કૅબ વાઉચર્સ*
 
રીવૉર્ડ આપનારી રોજિંદી વૈભવી ચીજોઃ
o મિંત્રા, નાયકા, એમ એન્ડ એસ, રિલાયન્સ ડિજિટલ પર 5X રીવૉર્ડ્સ
o રૂ. 150ના રીટેઇલ ખર્ચ દીઠ 4 રીવૉર્ડ પોઇન્ટ્સ*
 
વૈભવી માઇલસ્ટોન લાભઃ
• વાર્ષિક ખર્ચના સીમાચિહ્નો પર દર વર્ષે 2 ફ્લાઇટ ટિકિટ સુધીના વાઉચર્સ
• ત્રિમાસિક ખર્ચના સીમાચિહ્નો પર મેરિયટના વાઉચર્સ અને બીજું ઘણું બધું
 
ખાનગી ક્ષેત્રની ભારતની સૌથી મોટી બેંક એચડીએફસી બેંક 1.65 કરોડથી વધારે ક્રેડિટ કાર્ડ્સ તથા વિવિધ માર્કેટ સેગમેન્ટની જરૂરિયાતોને પૂરાં કરનારા ક્રેડિટ, ડેબિટ અને પ્રીપેઇડ કાર્ડ્સ સહિત એકંદરે 6 કરોડથી વધારે સંચિત કાર્ડ બેઝની સાથે દેશની પેમેન્ટ ઇકોસિસ્ટમમાં અગ્રણી પ્લેયર છે.

સંબંધિત સમાચાર

Next Article