સામાજિક પહેલ માટેના એચડીએફસી બેંકના પ્રમુખ કાર્યક્રમ #Parivartanએ વર્ષ 2020-21માં ગુજરાતના 30.4 લાખથી પણ વધુ લોકોના જીવનમાં પરિવર્તન લાવી દીધું છે. આ કાર્યક્રમ મારફતે બેંક વલસાડ, નવસારી, તાપી, મહિસાગર, નર્મદા, સાબરકાંઠા, ખેડા, ગીર સોમનાથ, આણંદ, ભાવનગર, ગાંધીનગર અને પંચમહાલના 12 જિલ્લાના 116 ગામ સુધી બેંક પહોંચી શકી હતી.
#Parivartanનો ઉદ્દેશ્ય દેશના આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગોની વૃદ્ધિ, વિકાસ અને સશક્તિકરણ કરીને તેમને મુખ્ય પ્રવાહમાં લાવવાનો છે. એચડીએફસી બેંકે #Parivartan મારફતે ₹634.91 કરોડ રાષ્ટ્રીય સ્તરે ખર્ચ્યા હતા અને આ સાથે જ તે વર્ષ 2020-21માં સીએસઆર પાછળ નાણાં ખર્ચનારી ભારતની સૌથી મોટી સંસ્થા બની ગઈ હતી. આ રકમ ગત વર્ષની સરખામણીએ 18.5% વધારે છે.
એચડીએફસી બેંકના બ્રાન્ચ બેંકિંગના હેડ –ગુજરાત થોમસન જૉસે જણાવ્યું હતું કે, અમે વિવિધ સહભાગીદારીઓ મારફતે સ્થાયી ઇકોસિસ્ટમ વિકસાવવા માટે કટિબદ્ધ હોઈ અમે સમુદાયોના વિકાસ અને પ્રગતિ કરવા માંગતા કાર્યક્રમોને ઓળખી કાઢીએ છીએ અને તેને સમર્થન પૂરું પાડીએ છીએ. બેંક, સીએસઆર વિભાગ અને સહભાગી એનજીઓ વચ્ચેની ટીમો જે ક્ષેત્રો, સ્થળો અને લોકો સાથે ભેગા મળીને કામ કરવાનું છે, તેમને ઓળખી કાઢવા માટે નિકટતાપૂર્વક કામ કરે છે.
તે અમને સૌથી મહત્ત્વના મુદ્દા પર કામ કરવામાં મદદરૂપ થાય છે. અમારા કાર્યક્રમોની પ્રકૃતિ સાકલ્યવાદી હોવા છતાં કૌશલ્યની તાલીમ અને આજીવિકા વધારવાની વિવિધ પહેલથી રાજ્યમાં સૌથી વધુ લોકો લાભાન્વિત થયાં છે, જેણે રાજ્યમાં 41,980 મહિલા ઉદ્યમીઓને આજીવિકા પૂરી પાડી હતી તથા આર્થિક સાક્ષરતા અને સમાવેશનના 75,610થી વધુ કેમ્પ આયોજિત કર્યા હતાં, જેના પરિણામે 5.3 લાખ લોકો લાભાન્વિત થયાં છે.
એકીકૃત વાર્ષિક રીપોર્ટમાં સ્થિરતાનું તત્ત્વ ગરીબીને ઘટાડવા, ભૂખમરાંને નાબુદ કરવા, સ્વચ્છ પાણી અને સ્વચ્છતા પૂરાં પાડવા, ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા અને સ્થાયી શહેરો અને સમુદાયોનું નિર્માણ કરવા માટે કામ કરવા સમુદાયોને સાંકળીને બેંક દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ કાર્યોને રેખાંકિત કરે છે.