જીએસટી વિભાગને ઓક્ટોબર મહિને ફળ્યો, આવકમાં થયો 34 ટકાનો વધારો

Webdunia
બુધવાર, 4 નવેમ્બર 2020 (07:57 IST)
ગુજરાતમાં હજુ કોરોના કહેર યથાવત છે. પરંતુ તેમછતાં ધીમે ધીમે સરકાર અનલોક તરફ આગળ વધી રહી છે. અને ધંધા રોજગાર ફરી ધીમે ધીમે શરૂ થઇ રહ્યા છે. અર્થવ્યવસ્થા ધીમે ધીમે પાટા પર આવી જતી દેખાઇ છે. રાજ્યમાં ફરી ફેક્ટરીઓ, કારખાના અને ધંધા રોજગાર પુન: ધમધમત બનતાં ઓક્ટોબર મહિનામાં જીએસટીની આવકમાં વધારો થયો. ઓક્ટોબર મહિનામાં સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ  (SGST)ની આવક વધીને રૂ. ૨,૭૩૩ કરોડ થઈ છે.
 
ઓક્ટોબર 2019માં જીએસટી વિભાગે રૂપિયા 2,037ની આવક કરી હતી જે આ વખતે ચાલુ ઓક્ટોબર મહિનામાં 34 ટકા વધારા સાથે 696 કરોડના વધારા સાથે રૂપિયા સાથે 2733 કરોડ થઇ ગઇ છે. આ વર્ષે ઓક્ટોબર મહિનામાં સૌથી વધુ આવક પ્રાપ્ત થઇ છે.
 
રાજ્યના જીએસટી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારોની ખરીદી માટે બજારોમાં ભીડ વધવા સાથે ચીજવસ્તુઓની માંગમાં  નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે અને તહેવારોની સિજનમાં  ખરીદીમાં વધારો થતાં ટેક્સની આવકમાં પણ વધારો  થવાની આશા વધુ મજબૂત બની છે. તહેવારોની સિજન હોવાથી તમામ સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે માંગ વધી રહી છે. જેથી ટેક્સ  કલેક્શનમાં વધારો થશે.
 
મંત્રાલયની આંકડાકીય માહિતીના જણાવ્યાનુસાર, ઓક્ટોબર,  2019માં GSTની આવક રૂ. 5888 કરોડનમી સરખામણીએ ઓક્ટોબર,  2020માં 15 ટકા વધારા સાથે 6787 કરોડ થઈ છે. આ સાથે દેશમાં  સૌથી વધુ આવક ધરાવતા મેન્યુફેક્ચરિંગ રાજ્યોમાં ગુજરાત ત્રીજા  ક્રમે આવ્યું છે.

સંબંધિત સમાચાર

Next Article