Good News આવતીકાલથી દોડશે Tejas Express, મળશે આ ખાસ સુવિધાઓ, જાણો બુકિંગ અને રિફંડના નિયમો

Webdunia
ગુરુવાર, 16 જાન્યુઆરી 2020 (15:09 IST)
આવતીકાલથી દોડનારી મુંબઇ-અમદાવાદ રૂટ પર દેશની બીજી પ્રાઇવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસ છે. તમને જણાવી દઇએ કે કોમર્શિયલ લોન્ચની તારીખ 19 જાન્યુઆરી નક્કી કરવામાં આવી છે. IRCTC એ તેનું બુકિંગ શરૂ કરી દીધું છે. આ ટ્રેનમાં 758 સીટો છે, જેમાં 56 સીટો એક્ઝિક્યૂટિવ ક્લાસની અને બાકી સીટો એસી ચેર ક્લાસની છે. તમને જણાવી દઇએ કે આ ટ્રેનની સ્પીડ 160 કિમી પ્રતિ કલાકની છે. ટ્રેનમાં વાઇફાઇની સાથે-સાથે કેટરિંગનું મેન્યૂ જાણિત શેફ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. મુસાફરોને મફતમાં 25 લાખ રૂપિયાનો વીમો મળશે. દરેક કોચમાં ઇંટિગ્રેટેડ બ્રેલ ડિસ્પ્લે, ડિજિટલ ડેસ્ટિનેશન બોર્ડ્સ અને ઇલેક્ટ્રોનિક રિઝર્વેશન ચાર્ટ પણ છે. 
 
તેજસ એક્સપ્રેસ મુંબઇ-અમદાવાદ રૂટ પર સવારે 06.40 વાગે અમદાવાદથી દોડશે અને બપોરે 1:10 વાગે મુંબઇ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેનનો નંબર અમદાવાદથી દોડતી વખતે 82902 હશે. તો બીજી તરફ મુંબઇથી પરત ફરતી વખતે આ ટ્રેનનો નંબર 82901 થઇ જશે. આ ટ્રેન મુંબઇ સેન્ટ્રલથી બપોરે 3:30 વાગે ઉપડશે અને રાત્રે 9:55 મિનિટે અમદાવાદ પહોંચશે. 
 
અઠવાડિયામાં છ દિવસે તેજસ એક્સપ્રેસ
- રસ્તામાં આ ટ્રેન નડીયાદ, વડોદરા, ભરૂચ, સૂરત, વાપી અને બોરિવલી રેલવે સ્ટેશન પર ઉભી રહેશે.
- ટ્રેન અઠવાડિયામાં છ દિવસ સોમવાર, મંગળવાર, બુધવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે દોડશે.
- ગુરૂવારે આ ટ્રેન દોડશે નહી. 
 
તેજસ એક્સપ્રેસ ટ્રેનનું અમદાવાદથી મુંબઇ રૂટનું ભાડું
- અમદાવાદથી મુંબઇ વચ્ચે એક્ઝિક્યૂટિવ ચેર કારનું ભાડું 2384 રૂપિયા છે. તેમાં બેસ ફેર 1875 રૂપિયા, જીએસટી 94 રૂપિયા અને કેટરિંગ ચાર્જ 415 રૂપિયા સામેલ છે. 
- તો બીજી તરફ ચેર કારનું ભાડું 1289 રૂપિયા હશે, જેમાં બેસ ફેર 870 રૂપિયા, જીએસટી 44 રૂપિયા અને કેટરિંગ ચાર્જ 375 રૂપિયા સામેલ છે. 
 
- મુંબઇ-અમદાવાદ વચ્ચે એક્ઝિક્યૂટિવ ચેર કારનું ભાદું 2374 રૂપિયા છે, જેમાં 1875 રૂપિયા બેસ ફેર, 94 રૂપિયા જીએસટી અને કેટરિંગ ચાર્જ 405 રૂપિયા સામેલ છે. 
 
- તો બીજી તરફ ચેર કારનું ભાડું 1274 રૂપિયા છે, જેમાં 870 રૂપિયા બેસ ફેર, 44 રૂપિયા જીએસટી અને 360 રૂપિયા કેટરિંગ ચાર્જ તરીકે સામેલ છે. 
 
ટ્રેનમાં મળશે આ ખાસ સુવિધાઓ
મુંબઇથી અમદાવાદ વચ્ચે આઇઆરસીટીસી દ્વારા દોડનાર પ્રાઇવેટ ટ્રેન તરીકે તેજસ એક્સપ્રેસમાં પહેલીવાર ઘણી નવી સુવિધાઓ મળશે. IRCTCના અનુસાર જો મુસાફરી દરમિયાન મુસાફરોના ઘરે ચોરી થાય છે તો રેલવે તેનું નુકસાનની ભરપાઇ ઇંશ્યોરન્સ દ્વારા કરશે.
 
ટ્રેન વડે મુસાફરી દરમિયાન તમારા ઘરમાં ચોરી થઇ જાય છે તો વીમા કંપની તમને 1 લાખ રૂપિયા સુધીની રકમ આપશે. યાત્રીને એફઆઇઆરની કોપી વીમા કંપનીને આપવી પડશે. વીમા કંપની દ્વારા તપાસ બાદ વળતર આપવામાં આવશે. 
 
તેજસ એક્સપ્રેસ ટ્રેનના મુસાફરોને ફરજિયાત પણે 25 લાખ રૂપિયાનો ટ્રાવેલ ઇંશ્યોરન્સ કરાવવામાં આવશે. 
 
તેજસ એક કલાક મોડી થતાં મુસાફરોને 100 રૂપિયા, જ્યારે 2 કલાકથી વધુ મોડી થતાં 250 રૂપિયાનું વળતર આપવામાં આવશે. 
 
જો મુંબઇ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ લેટ થાય છે તો પેસેન્જર વેબ પર હાલની લીંક જઇને વળતર ફોર્મ ભરી શકો છો. ટોઅલ ફ્રી નંબર પર કોલ કરીને પણ વળતરનો ક્લેમ કરવામાં આવી શકે છે. ફોર્મમાં મુસાફરીની માહિતી, કેટલા કલાક મોડી, PNR નંબર અને બેન્ક એકાઉન્ટની ડિટેલ ભરવી પડશે. રિફંડ પ્રોસેસ થયા બાદ પૈસા ખાતામાં પહોંચી જશે.

સંબંધિત સમાચાર

Next Article