નોટબંધી પર જેટલીની આ 11 જાહેરાતો જે જાણવી ખૂબ જરૂરી

Webdunia
ગુરુવાર, 8 ડિસેમ્બર 2016 (21:17 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે દેશભરમાં નોટબંધી નિર્ણય લાગુ કરાયાને આજે બરાબર એક મહિનો થયો છે. કેન્દ્રીય નાણાંપ્રધાન અરૂણ જેટલીએ કેશલેસ અર્થતંત્રને પ્રોત્સાહન મળે એ માટે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ભારતને ડિજિટલ બનાવવા માટેની કેટલીક જાહેરાતો કરી હતી. આ બધી જ જાહેરાતો 1 જાન્યુઆરી 2017થી લાગૂ કરવામાં આવશે


- ડિજિટલ પેમેન્ટ કરનારા ગ્રાહકોને પેટ્રોલ-ડિઝલના સસ્તું પડશે, 0.75  ટકા મળશે ડિસ્કાઉન્ટ

- રેલવે નેટવર્કમાં મંથલી અને સીઝનલ ટીકિટ ડિજિટલ મોડથી લેનારને 0.5 ટકા ડિસ્કાઉન્ટ મળશે, આ 1 જાન્યુઆરી 2017થી લાગૂ થશે. મુંબઈ સબ અર્બન સાથે આની શરૂઆત થશે.

-  રેલવેમાં મુસાફરીમાં જે ઓનલાઈન બુકિંગ કરશે તેને ટીકિટ સાથે 10 લાખ રૂપિયાનો અકસ્માત વીમો ફ્રિ આપવામાં આવશે.  1 જાન્યુઆરીથી માસિક પાસ ડિજિટલ પેમેન્ટ દ્વારા ખરીદનારાઓને 0.5 ટકા ડિસ્કાઉન્ટ મળશે

- રેલવે કેટરિંગ, એકોમેડેશન અને રિટાયરિંગ રૂમ જેવી ફેસીલિટી માટે ડિજિટલ પેમેન્ટ કરનારને 5 ટકા ડિસ્કાઉન્ટ મળશે.

-  સીધું જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓના કસ્ટમર પોર્ટલ્સ મારફત જનરલ વીમા પોલિસી કઢાવનારને પ્રીમિયમમાં 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે

- સીધું જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓના કસ્ટમર પોર્ટલ્સ મારફત જીવન વીમા પોલિસી કઢાવનારને પ્રીમિયમમાં 8 ટકા ડિસ્કાઉન્ટ મળશે

- નાબાર્ડ દ્વારા ગ્રામીણ, રિઝનલ અને કો-ઓપરેટિવ બેંકના 4.32 લાખ ખેડૂત ગ્રાહકો છે. તેમની પાસે કિસાન ક્રેડિટ કાર્ડ છે. સરકાર તેમને RuPay કાર્ડ પણ આપશે. કાર્ડને તેઓ POS, એટીએમ અને માઈક્રો એટીએમ દ્વારા પણ ઉપયોગ કરી શકશે.

- નોટબંધી નિર્ણય લાગુ કરાયા બાદ દેશભરમાં ડિજિટલ સોદાઓનું પ્રમાણ 40 ટકા જેટલું વધી ગયું છે

- જેની વસ્તી 10 હજારથી ઓછી હશે એવા ગામડાઓમાં બે PoS મશીન્સ પૂરા પાડવામાં આવશે. આવા એક લાખ ગામોને સરકાર પસંદ કરશે.

- તમામ સ્માર્ટ કાર્ડ્સ દ્વારા ટોલ પેમેન્ટ પર 10 ટકા ડિસ્કાઉન્ટ

- ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા 2000 રૂપિયા સુધીની લેવડ-દેવડ પર લાગનાર ટેક્સથી છૂટ મળશ,  ડિજિટલ સોદાઓને સર્વિસ ટેક્સમાંથી મુક્તિ અપાશે
Next Article