જો તમે બેંક સાથે જોડાયેલા જરૂરી કામ છે તો તેને આજે જ પતાવી લેજો, કારણ કે આવનારા 4 દિવસ સુધી બેંક સતત બંધ રહેશે. જો કે 4 દિવસની આ સતત રજા માત્ર શિલોંગમાં જ રહેશે. અન્ય સ્થળોએ 16, 17 અને 19 ડિસેમ્બરે બેંકો બંધ રહેશે.
16 અને 17 ડિસેમ્બરે હડતાળ પાડવામાં આવશે
દેશના સરકારી બેંક કર્મચારીઓ 16 અને 17 ડિસેમ્બરના રોજ હડતાળ પર રહેશે, જેના કારણે આ બે દિવસે બેંકોમાં કામકાજ નહીં થાય. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. UFBU એ સરકારની ખાનગીકરણની ચાલી રહેલી તૈયારીઓના વિરોધમાં હડતાળની જાહેરાત કરી છે. UFBU હેઠળ બેંકોના 9 યુનિયન છે.
ડિસેમ્બર મહિનામાં આજના દિવસને હટાવીને હવે 16 દિવસ બચ્યા છે. આ 16 દિવસમાંથી 10 દિવસ બેંક બંધ રહેવાના છે. જોકે આ બેંક હોલિડે જુદા જુદા રાજ્યોના હિસાબથી રહેશે.