એક સમયે અરબપતિઓની લિસ્ટમાં રહેનારા અનિલ અંબાની દુનિયાભરના અમીરની લિસ્ટમાં છઠ્ઠા નંબર પર હતા. આજે તે કંગાળ થઈ ગયા છે. તેમણે બ્રિટનની એક કોર્ટને કહ્યુ કે તેમની નેટવર્થ જીરો છે અને તે કંગાલ થઈ ગયા છે. ચીનના બેંકોના 68 કરોડ ડૉલર (4760 કરોડ રૂપિયા)ના કર્જ મામલે સુનાવણી દરમિયાન અનિલ અંબાનીના વકીલે કહ્યુ કે એક સમય હતો જ્યારે તે ખૂબ શ્રીમંત વેપારી હતા. પણ ભારતીય ટેલિકોમ સેક્ટરમાં આવેલી ઉથલ પુથલ પછી તે બરબાદ થઈ ગયા અને તે હવે શ્રીમંત નથી રહ્યા.
ત્રણેય બેંકોએ અનિલ અંબાનીની કંપની રિલાયંસ કમ્યુનિકેશન્સને 925.20 મિલિયન ડૉલર (લગભગ 6,475 કરોડ રૂપિયા)ની લોન આપી હતી. એ સમયે અનિલ અંબાનીએ કહ્યુ હતુ કે તે લોનની પર્સનલ ગારેટી આપે છે પણ ફેબ્રુઆરી 2017 પછી કંપની લોન ચુકવવામાં ડિક્ફોલ્ટ થઈ ગઈ.
કારોની લાઈન અને પ્રાઈવેટ જેટ પણ
કોર્ટમાં બેંકોના વકીલોએ કહ્યુ કે અંબાની પાસે 11 કે તેનાથી વધુ લકઝરી કર અને એક પ્રાઈવેટ જેટ એક યાટ અને દક્ષિણ મુંબીમાં એક વિશિષ્ટ સીવિડ પેંટહાઉસ છે. જજ ડેવિડ વોક્સમૈનએ સવાલ કર્યો, "શ્રી અંબાની આ વાત પર જોર આપી રહ્યા છે કે તે વ્યક્તિગત રૂપથી દેવાળીય થઈ ચુક્યા છે. શુ તેમણે ભારતમાં નાદારીની અરજી કરી છે. અંબાનીના વકીલોની ટીમમં સામેલ દેશના પ્રમુખ્ય અધિવક્તા હરીશ સાલ્વેએ તેનો જવાબ નહી માં આપ્યો. ત્યારબાદ કોર્ટમાં ભારતની ઈનસૉલ્વેંસી અને બૈકરપ્સી કોડ પર ઉલ્લેખ થયો. વકીલે કહ્યુ, ટૂંકમાં પરિસ્થિતિ એવી છે કે અંબાની 70 કરોડ ડૉલર ચુકવવાની સ્થિતિમાં નથી.
મુશ્કેલીમાં મદદ નહીં કરે પરિવાર
બેન્કોના વકીલોએ ઘણા એવા ઉદાહરણ આપ્યા જ્યારે તેમમે પરિવારના સદસ્યોએ તેમણે મુશ્કેલીમાંથી બહાર નીકાળવા મદદ કરી, જ્યારે બચાવ પક્ષના વકીલો આ સ્થાપિત કરવાની કોશિશ કરી કે અંબાણીની પાસે તેમની માતા, કોકિલા, પત્ની ટીના અંબાણી અને બ્નને પુત્ર અનમોલ અને અંશુલની સંપતિઓ અને શેર સુધી કોઇ પહોંચ નથી તેના પર વકીલોએ કહ્યું કે શુ આપણે ગંભીરતાથી આ માની લાઈએ કે સંકટના સમયે તેમની માતા, પત્ની અને પુત્ર તેમની મદદ નહીં કરે.
ભાઇ મુકેશ અંબાણી એશિયામાં સૌથી અમીર
બેંકોના વકીલોએ કોર્ટને એમ પણ કહ્યું હતું કે અનિલ અંબાણીનો ભાઈ મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે અને તે ફોર્બ્સની યાદીમાં દુનિયાના 13માં સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની નેટવર્થ 55 થી 57 અરબ ડોલરની નજીક છે.
રોકાણ વેલ્યુ આ રીતે થઇ ખત્મ
અંબાણીના વકીલ રોબર્ટ હોવેએ કહ્યું, અંબાણીની રોકાણ વેલ્યુ 2012 બાદ ખતમ થઇ ગઇ હતી. ભારત સરકાર દ્વારા સ્પેક્ટ્ર આપવાની પોલિસીમાં બદલાવની ભારતીય ટેલિકોમ સેક્ટર પર ખરાબ અસર પડી હતી. વર્ષ 2012માં અંબાણીની રોકાણની કિંમત 7 અરબ ડોલરથી વધારે હતી. પરંતુ હવે તે 8.9 કરોડ ડોલર રહી ગઇ છે અને જો તે એક વખત જ્યારે તેની દેણદારી પર વિચાર કરવામાં આવે તો તેની કુલ સંપતિ જીરો થઇ જાય છે. સાધારણ વાત છે કે તે એક ધનિક વેપારી હતો. પરંતુ હવે નથી.
93 હજાર કરોડનું દેવું
અનિલ અંબાણી રિલાયન્સ કોમ્યુનિકેશન્સના ચેરમેન છે અને તેમનું ગ્રુપ ગત કેટલાક સમયથી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે. ગ્રુપ પર દેવાનો ભાર વધારે છે. જેના કારણથી તે મુશ્કેલીમાં છે.
ત્યારે મોટાભાઈએ કરી હતી મદદ
એરિક્શનની સાથે પણ આ પ્રકારનો વિવાદ સામે આવ્યો હતો. રિલાયન્સ કોમ્યુનિકેશનને એરિક્શનને 550 કરોડ રૂપિયા ચુકવવાના હતા. સુપ્રીમ કોર્ટના કહ્યા બાદ અનિલ અંબાણીના દેવા ચુકવવા માટે તૈયાર થયા અને તેમા મુકેશ અંબાણીએ તેમની મદદ કરી.