Anant-Radhika Net Worth: મુકેશ અંબાની અને નીતા અંબાનીના નાના પુત્ર અનંત અંબાની ટૂંક સમયમાં તેમના ફિયાંસ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવાની છે. થોડા દિવસ પહેલા કપલના લગ્નનુ કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થયુ હતુ જેમા 1 માર્ચથી 8 માર્ચ સુધી લગ્નના પ્રી-વેડિગ ફંક્શનની માહિતી આપવામાં આવી હતી. તો ચાલો તેમના લગ્ન પહેલા જાણીએ અનંત અંબાની અને રાધિકા મર્ચન્ટની નેટવર્થ કેટલી અને તે શુ કામ કરે છે.
મુકેશ અંબાનીના સૌથી નાના પુત્ર અનંત અંબાનીએ પોતાની સ્કુલિંગ ધીરુભાઈ અંબાની ઈંટરનેશનલ સ્કુલમાંથી કરી છે. બીજી બાજુ તેમણે પોતાનુ ગ્રેજ્યુએશનની ડિગ્રી યૂએસમાં બ્રાઉન યૂનિવર્સિટીથી મેળવી. ત્યારબા તે મુંબઈ પરત આવી ગયા અને તેમને પોતાના પિતાજીની કંપની રિલાયંસ ઈડસ્ટ્રીઝ માટે કામ કરવુ શરૂ કર્યુ. DNA રિપોર્ટ મુજબ અનંત અંબાનીની કુલ સંપત્તિ 3,44,000 કરોડ રૂપિયા છે. તેમની પાસે એક દુર્લભ રોલ્સ રોયસ ફેન્ટમ ડ્રોપ હેડ કૂપ છે, જે સૌથી મોંઘી રોલ્સ રોયસ છે. જેની શરૂઆતી કિંમત 8.84 કરોડ રૂપિયા છે. અનંત અંબાણી પરંપરાગત ગુજરાતી ભોજનને પસંદ કરે છે.
બીજી બાજુ કમાણીના મામલે રાધિકા મર્ચન્ટ પણ પોતાના ભાવિ પતિને જોરદાર ટક્કર આપે છે. ઉલ્લેખનીય છે કે રાધિકા જાણીતા બિઝનેસમેન વીરેન મર્ચન્ટની પુત્રી છે. તેનો જન્મ ગુજરાતના કચ્છમાં થયો હતો. રાધિકાએ પોતાનો અભ્યાસ કૈથેડ્રલ અને જૉન કૉનન અને મુંબઈના એકમાત્ર મૉડિયલ વર્લ્ડથી પુરો કર્યો છે. બીજી બાજુ ન્યૂયોર્ક યૂનિવર્સિટીથી તેમણે રાજનીતિ અને અર્થશાસ્ત્રમાં અપાન ગ્રેજ્યુએશન કંપ્લીટ કર્યુ.
બીજી બાજુ પોતાના ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવ્યા બાદ તે પોતાના દેશ પરત ફરી અને હવે સેલ્સ પ્રોફેશનલ્સના રૂપમાં રિયલ એસ્ટેટ ફર્મમાં કામ કરી રહી છે જો કે રાધિકાની નેટવર્થ વિશે કંઈ ખાસ માહિતી સામે આવી નથી. પણ કેટલીક મીડિયા રિપોર્ટ્સના મુજબ તેની 8-10 કરોડ ની વચ્ચે ઈનકમ બતાવી છે. બીજી બાજુ તેમના પિતા વીરેન મર્ચન્ટ એક જાણીતા ઈંડસ્ટ્રિયલિસ્ટ છે. GQ ના મુજબ તેમની કુલ સંપત્તિ લગભગ 755 કરોડ રૂપિયા છે. બીજી બાજુ રાધિકાને ડાંસિંગનો પણ ખૂબ શોખ છે. તે એક સારી ભરત નાટ્યમ ડાંસર છે. જિયો વર્લ્ડ સેંટરના ગ્રેંડ થિયેટર બીકેસી દરમિયાન તેમણે પહેલીવા ર સ્ટેજ પર પરફોર્મ કર્યુ હતુ.
1 માર્ચથી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન્સ શરૂ થઈ રહ્યા છે, જેમાં હાજરી આપવા માટે ફિલ્મ જગત ઉપરાંત દેશ-વિદેશના મહેમાનો આવવા લાગ્યા છે. આ કપલના ફંક્શન ગુજરાતના જામનગરમાં યોજાશે. હોલિવૂડ સિંગર રિહાન્ના પણ ભારત પહોંચી ગઈ છે. ફિલ્મ સ્ટાર્સની વાત કરીએ તો આવનારા મહેમાનોમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, માધુરી દીક્ષિત, કેટરીના કૈફ, આમિર ખાન સહિત ઘણા સ્ટાર્સ સામેલ છે.