Ambani: 'નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર' ની વેબસાઈટ લોન્ચ, ઈશાએ કલા પરતે માતાના સમર્પણને કરી સલામ

Webdunia
શુક્રવાર, 9 ડિસેમ્બર 2022 (21:48 IST)
સપનાના શહેર મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં 'નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર' (એનએમએસીસી) બનાવવામાં આવી રહ્યું છે. આજે સેન્ટરની વેબસાઈટનું ઓફિશિયલ લોન્ચ કરવામાં આવ્યું. 31 માર્ચ, 2023 સુધીમાં, આ સેન્ટર આકાર લેશે અને તેને દર્શકો માટે ખોલી દેવામાં આવશે.
 
 
નીતા અંબાણીએ કહ્યું- આજે હું જે કંઈ પણ છું તે ડાન્સને કારણે જ છું
 
નીતા અંબાણીએ વીડિયોમાં કહ્યું કે, 'હું આજે જે કંઈ પણ છું તે ડાન્સને કારણે છું. ભારતમાં મૂર્તિકલા, નૃત્ય, સંગીત, નાટક, ચિત્રકારી વગેરેની એક પરંપરા રહી છે. મારું સપનું છે કે ભારતની કલાની આ ખુશ્બુ દુનિયા સુધી પહોંચે. મારું બાળપણનું સપનું  નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરે પૂરું કર્યું છે. હું આશા રાખું છું કે કલાકારો અહીં આવીને તેમની કલ્પનાને ઉડાન ભરી શકશે.”
 
'નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર' (એનએમએસીસી)માં ત્રણ માળની ઈમારતમાંપરફોર્મિંગ અને વિઝ્યુઅલ આર્ટસનું પ્રદર્શન હશે. 
પર્ફોર્મિંગ આર્ટ માટે 'ધ ગ્રાન્ડ થિયેટર, ધ સ્ટુડિયો થિયેટર અને ધ ક્યુબ' જેવા ભવ્ય થિયેટર બનાવવામાં આવશે. આ તમામમાં એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. 'ધ ગ્રાન્ડ થિયેટર'માં એક સાથે 2 હજાર દર્શકો કાર્યક્રમોનો આનંદ માણી શકશે. ભારતીય અને આંતરરાષ્ટ્રીય કલાકારોના પ્રદર્શન માટે 16,000 વર્ગફૂટમાં ફેલાયેલું એક ચાર માળનું આર્ટ હાઉસ પણ શરૂ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

Next Article