એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ જેવી ઈ કોમર્સ કંપનીઓ સોમવારથી દેશના મોટાભાગના વિસ્તારોમાં તેમની સંપૂર્ણ સેવાઓ ફરી શરૂ કરી શકે છે. લોકડાઉનના ચોથા તબક્કામાં વધુ રાહત આપી છે અને કંપનીઓ તેમની સેવાઓ ફરી શરૂ કરવા તૈયાર છે, પરંતુ તેઓ આ સંદર્ભે રાજ્ય સરકારની માર્ગદર્શિકાની રાહ જોઈ રહ્યા છે.
ગૃહ મંત્રાલયે 31 મે સુધી લંબાવાયાલા ચોથા ચરણમાં વિશેષ રૂપે પ્રતિબંધિત ગતિવિધિઓ અન્ય તમામ પ્રવૃત્તિઓ ખોલવાની મંજૂરી આપી છે. બીજી બાજુ રેડ ઝોન એરિયામાં ફક્ત જરૂરી સેવાઓને જ મંજુરી આપી છે. પ્રતિબંધિત ઝોન જાહેર કરવાની સત્તા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટને આપવામાં આવી છે. જેને લગતા એમેઝોન અને ફ્લિપકાર્ટને મોકલેલા ઇમેઇલ્સનો જવાબ મળ્યો નથી.
બીજી બાજુ પેટીએમ મોલના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રીનિવાસ મોઠે એ જણાવ્યું હતું કે સરકારના આ પગલાથી કંપનીને રેડ ઝોનમાં આવતા મોટાભાગના મોટા શહેરોમાં ડિલિવરી કરવામાં પહોંચાડવામાં મદદ મળશે. બીજી તરફ, સ્નેપડીલના પ્રવક્તાએ કહ્યું કે મંત્રાલયની માર્ગદર્શિકા દેશના મોટાભાગના વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવામાં મદદ કરશે.