શરીર પરના મસા(wart) દૂર કરવાના ઘરેલુ ઉપાય

Webdunia
બુધવાર, 28 જૂન 2017 (13:38 IST)
ફેસ, હાથ, ગરદન,ગમે ત્યાં ત્વચા પર મસો આવે છે તો તમારી રોનક  પર ડાઘ આવી જાય છે. સામાન્ય રીતે મસો સાહીઠ વર્ષની ઉંમર પછી જ  લોકોની સમસ્યા બને છે. પણ હવે યુવાનોમાં આ સમસ્યા વધી છે.
મસા થવાનું મુખ્ય કારણ છે જાડાપણું, ગર્ભાવસ્થા, ડાયાબિટીસ અને સ્ટેરોયડ્સનું વધુ પડતુ સેવન. આમ તો ડોકટરો સર્જરીની મદદથી તમારી ત્વચા પરથી આને કાઢી શકે છે. પણ તમે આ 7 ઘરેલુ ઉપચારથી પણ મસાને કાઢી શકો છો અને મસાઓથી છુટકારો મેળવી શકો છો.

 

લીંબુનો રસ
કોટનમાં લીંબુનો રસ લઈને તે મસા પર લગાવવો. થોડા સમય પછી પાણીથી ધોઈ લો. સતત બે -ત્રણ અઠવાડિયા જો તમે આવું કરો તો તમે ખ્યાલ આવશે કે મસો બેસી ગયો છે. 

દોરાથી બાંધવું 
વાળ અથવા દોરાથી મસ્સાને બાંધી  બે થી ત્રણ અઠવાડિયા છોડી દો. આવુ કરવાથી મસ્સામાં રક્ત પ્રવાહ બંધ કરશે અને મસા આપમેળે જ દૂર થઈ જાય છે.

લસણ
લસણના એન્ટીબેક્ટેરિયલ  અને એંટીફંગલ ગુણધર્મો છે. લસણની કળીને વાટી મસા પર લગાવવો અને પછી પાણીથી ધોઈ લો. થોડા દિવસોમાં મસા સમાપ્ત થશે.

કેળાની છાલ
કેળાની છાલના અંદરનો ભાગ મસાઓ પર હળવા હાથે ઘસવો. આ પ્રક્રિયા નિયમિતપણે  કરતાં થોડા દિવસોમાં મસો આપોઆપ પડી જશે.

એસ્પિરિન
 એસ્પિરિનની ગોળી એક ચમચીમાં લઈને તેમા પાણીના થોડા ટીપાં નાખી પેસ્ટ બનાવો અને મસા પર લગાવો નિયમિત આવું કરવાથી મસ્સો ઝડપથી ખત્મ થઈ જશે. 

નેઇલ પોલીશ
મસા પર નેઇલ પોલીશ લગાવી થોડા સમય પછી સાફ કરી દો .દિવસમાં ત્રણ વખત આ પ્રક્રિયા કરવાથી મસાથી છુટકારો મળી જશે.  

ડુંગળીનો રસ
ડુંગળીના થોડા કટકામાં મીઠું લગાવી આખી રાત માટે છોડી દો. પછી આનો રસ કાઢી મસા પર લગાવો. એક અઠવાડિયાની અંદર મસો સમાપ્ત કરશે.
Next Article