જાંબુ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી હોય છે. ડાયબિટીજના દર્દીઓને જાંબુ ખાવાની સલાહ આપવામાં આવે છે. જાંબુ જેટલુ આરોગ્ય માટે ફાયદાકારી છે તેટલુ જ વાળ અને ત્વચાને પણ ફાયદો આપે છે. તો આવો જાણીએ સ્કીન અને વાળ માટે તેના ફાયદા....
બેદાગ સ્કિન
8-10 જાંબુ લો અને તેનો રસ કાઢો. રસમાં મધ મિક્સ કરો અને આ બંનેને સારી રીતે મિકસ કરી. આ મિશ્રણને રૂ ની મદદથી ચહેરા પર લગાવો. 15 થી 20 મિનિટ લગાવ્યા પછી પાણીથી ધોઈ લો.
ખીલ
લોકોને વારંવાર ખીલની સમસ્યા રહે છે. બદલાતી ઋતુમાં આ સમસ્યા આવે છે. ખીલને દૂર કરવા માટે, તેની ઠળિયાને જુદો કરી તેના પલ્પનો રસ કાઢો. આ રસને કૉટન બૉલની મદદથી ફેસ પર લગાવો. વીસ
મિનિટ રહેવા દો અને સાફ પાણીથી ધોઈ લો.
હેયર માસ્ક
બદલાતી મોસમમાં, વાળમાં સૂકાશ દૂર કરવા, મજબૂત કરવા, ચમક, ગ્રોથ અને ખોડો દૂર કરવા માટે જાંબુના ઠળિયાનો ઉપયોગ કરો. વાળનો માસ્ક બનાવવા માટે, ઠળિયાને સુકાવી અને તેને ઝીણુ વાટીને પાઉડર બનાવો. 4-5 ચમચી મેંદી, દહીં અને એક ચમચી મધ મિક્સ કરો. તેને મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને ખોપરી અને વાળ પર સારી રીતે લગાવો. તેને બે કલાક પછી લગાવો અને પછી શેમ્પૂ કરી લો.