Facial Benefits- દરેક મહિલા ઈચ્છે છે કે તેના ચેહરાની ચમક હમેશા બની રહે. દરેક મહિલા પોતાના ચેહરા પર ઘણા ઘરેલૂ ઉપાય કરે છે. પણ વધતી ઉમરની સાથે ચેહરાની ચમક પણ ઓછી થતી જાય છે. દરરોજના સ્ટ્રેસ ,પ્રદૂષણ અને તાપના કારણે પણ ચેહરાની ચમક પર અસર પડે છે.
જો મહીનામાં એક વાર ફેશિયલ કરવામાં આવે તો ત્વચામાં કસાવ સાથે ચમક પણ આવે છે . દરેક મહિલાએ પોતાની ત્વચા મુજબ જ ફેશિયલ કરાવવો જોઈએ.
નિયમિત રૂપથી ફેશિયલ કરવાથી ત્વચાની અંદરથી સફાઈ પણ થાય છે. ફેશિયલ પણ ઘણા પ્રકારના હોય છે. ત્વચા મુજબ ફેશિયલ કરાવવો ખૂબ લાભકારી હોય છે.
સૂકી ત્વચા માટે ગોલ્ડ ફેશિયલ કરાવવો જોઈએ. આનાથી ચેહરાની શુષ્કતા ઓછી થઈ ચેહરા પર ચમક આવે છે.
ફેશિયલ કરાવવાથી ચેહરા પર ચમક સાથે ત્વચાની અંદરથી સફાઈ પણ થાય છે.
ફેશિયલ કરાવવાથી ચેહરામાં જામેલી ધૂળ-માટી બહાર નિકળે છે ,ત્વચામાં ચમક આવે છે.
ફેશિયલ ત્વચા પર પડતી કરચલીઓમાંથી મુક્તિ અપાવવામાં મદદ કરે છે. જેની ત્વચા નાર્મલ હોય છે, તેને કોઈ પણ ફેશિયલ સૂટ થઈ જાય છે.
ફ્રૂટ અને ગોલ્ડ ફેશિયલ. ફ્રૂટ અને ગોલ્ડ ફેશિયલમાં એવા ગુણો હોય છે જે ત્વચાની ચમક જાળવી રાખે છે.
ફૂટ પીલ ફેશિયલ આ એક એવુ ફેશિયલ છે જેમાં ફળોથી તૈયાર કરેલો પેક ઉપયોગ કરાય છે. એમાં ત્વચા પર મસાજ નહી પણ સ્ક્રબ કરવામાં આવે છે.
સ્ક્ર્બ કરવાથી લોહીનું સંચાર વધે છે , આથી ત્વચાની અંદરથી સફાઈ થવાની સાથે ચેહરામાં ચમક પણ આવે છે.