આ 5 ઉપાયથી તમારા ચેહરા પરના ખીલ દૂર કરો. અને ડાઘને દૂર કરો

Webdunia
મંગળવાર, 2 એપ્રિલ 2019 (14:08 IST)
1. સૂતી વખતે કુણા પાણીથે એમોઢુ ધોવુ, પછી ચારોળીને દૂધમાં ઘસી લેપ બનાવી મોઢા પર લગાવીને સૂઈ જવુ. સવારે સાબુથી મોઢુ ધોવુ. આ પ્રયોગથી ખીલ મટે છે. 
2. કાચા પપૈયાને કાપવાથી તેમાંથી જે દૂધ જેવો પદાર્થ નીકળે તેને મોઢા પર રોજ નિયમિત લગાડવાથી ખીલ કાયમ માટે જડમાંથી મટી જાય છે. 
 
3.  કસ્તુરી તેમજ ગ્લીસરીનમાં ગુલાબજળ તેમજ લીંબુનો રસ ભેળવીને સ્નાન કરતી વખતે આ પેસ્ટને ચહેરા, ગરદન અને હાથ પર લગાવી દો. વીસ- પચ્ચીસ મિનિટ બાદ નવાયા પાણી વડે ધોઈ લો અને પછી ઠંડા પાણી વડે ધુઓ. હવે એકદમ નરમ ટુવાલ વડે હળવા હાથે રગડીને લુછી દો. તેનાથી ત્વચા સ્નિગ્ધ, કોમળ અને કાંતિયુક્ત થઈ જશે. 
 
4. જો તમને વારંવાર ખીલ થતા હોય અને તેને લીધે ચહેરા પર ડાઘ પડી જતાં હોય તો તુલસીમાં લીંબુનો રસ નાંખીને તે થોડુક ગાઢુ થાય ત્યાર સુધી તેને તડકામાં મુકી રાખો અને  પછી તેને ચહેરા પર લગાવો. નિયમિત રૂપે પ્રયોગ કરવાથી અઠવાડિયામાં જ આનું પરિણામ જોવા મળશે.
 
5. 3 ખીલ મટી ગયા પછી મોઢા પર રહેલા ખીલના ડાધ દૂર કરવા માટે પાકેલા પપૈયાના ગૂદાને છૂંડીને તેની માલિશ મોઢા પર કરવી. પંદર વીસ મીનિટ પછી તે સુકાય જાય ત્યારે પાણીથી મોઢુ ધોઈ નાખવુ અને રુંવાટીવાળા ટુવાલથી મોઢાને સારી રીતે લૂંછી લેવુ. પછી મોઢા પર કોપરેલ લગાડવુ. એક અઠવાડિયા સુધી આ પ્રયોગ કરશો તો મોઢા પરના ખીલના ડાધ મટી જશે. 
 

સંબંધિત સમાચાર

Next Article