ગુજરાતના નાણાંમંત્રી જેઓ પ્રથમ વખત બજેટ રજુ કરી રહ્યાં છે. જાણો તેમની ખાસ વાતો

Webdunia
ગુરુવાર, 3 માર્ચ 2022 (11:26 IST)
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 2 માર્ચથી મળી રહ્યું છે, આ સત્રમાં સૌથી મહત્વની બાબત એ છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું પ્રથમ બજેટ, નાણામંત્રી કનુભાઈ દેસાઈનું પણ પ્રથમ બજેટ, સાથે સાથે વિપક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાનું પણ પહેલું બજેટ છે. ત્યારે વલસાડ જિલ્લાની પારડી બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા કનુભાઈ દેસાઈને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કેબિનેટ મંત્રી છે. જેમાં ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કનુભાઈ દેસાઈને નાણા વિભાગ જેવું મહત્વનું ખાતુ ફાળવવામાં આવ્યું છે. તેમાં કનુ દેસાઈ આ વખતે પ્રથમ વખત બજેટ રજૂ કરશે. ત્યારે આવો જાણી તેમના વિશેની ખાસ વાત.
 
કનુભાઈ દેસાઈની રાજકીય કારકિર્દી પર નજર કરીએ તો વલસાડ જિલ્લાના પારડી ઉમરસાડીના દેસાઈ પરિવારમાંથી આવતા કનુભાઈ દેસાઈએ ભાજપના મહામંત્રી પદથી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. તેઓ વર્ષ 2012માં પારડી બેઠક પરથી 34 હજાર કરતા વધુ મતથી જીત મેળવી ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ 2017માં પણ પારડી બેઠક પરથી 54 હજારથી વધુ મતે જીત મેળવી હતી.ઉલ્લેખનિય છે કે કનુ દેસાઈ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ પદે સાત વર્ષ સુધી રહ્યાં હતા. તથા પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસના ગઢ સમાન ધરમપુર વિધાનસભા બેઠક પર ભાજપે જીત મેળવી હતી. તથા વલસાડ જિલ્લામાં ભાજપને મજબૂત બનાવી કનુ દેસાઈએ પ્રમુખ પદે રહી વલસાડ જિલ્લામાં ભાજપને મજબૂત કરવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેમના યોગદાનને ધ્યાન પર લઈ તેમને સીધા જ કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. આજે વલસાડ જિલ્લામાં તમામ તાલુકા પંચાયતથી લઈ જિલ્લા પંચાયત સુધી ભાજપનો કબજો છે. જિલ્લાને ભાજપનો ગઢ બનાવવામાં કનુભાઈ દેસાઈનો યોગદાનને મહત્વનું ગણવામાં આવે છે.

સંબંધિત સમાચાર

Next Article