મહિલાઓ અને બાળકોના આરોગ્ય અને પોષણની જરૂરિયાતને ધ્યાને રાખીને સરકારે આંગણવાડી તેમજ અન્ય પાયાને સ્પર્શતી યોજનાઓ અમલમાં મુકેલ છે. આ યોજનાઓ દ્વારા તેમના જીવનચક્રના બધા જ તબક્કાઓ ઉપર ભાર મૂકી સંતુલિત, શારીરિક અને માનસિક વિકાસ સુનિશ્ચિત કરવાની સરકારની નેમ છે. આ વર્ગની મહત્તા જોતા, હું ગત વર્ષની સરખામણીએ વિભાગની જોગવાઇમાં ૪૨ ટકા જેટલો ધરખમ વધારો ગૃહ સમક્ષ રજૂ કરું છું.
•સગર્ભા, ધાત્રી માતા અને બાળકને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજના હેઠળ કુટુંબને ૧ હજાર દિવસ સુધી દર મહિને ૧ કિલો તુવેર દાળ,૨ કિલો ચણા અને ૧ લીટર ખાદ્યતેલ વિનામૂલ્યે આપવા માટે આગામી વર્ષ માટે જોગવાઇ `૮૧૧ કરોડ.
•આંગણવાડી કાર્યક્રમમાં બાળકોનાં પોષણ, પૂર્વ શિક્ષણ અને અન્ય સવલતો માટે જોગવાઇ `૧૧૫૩ કરોડ.
•૩ થી ૬ વર્ષનાં બાળકોને ઘરે ઘરે સુખડીનું વિતરણ કરવા તથા બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રેશન પૂરું પાડવા જોગવાઈ `૧૦૫૯ કરોડ.
•ગંગા સ્વરૂપા બહેનોને મદદરૂપ થવા સરકારે આર્થિક સહાય આપવા માટેનાં ધોરણો ઉદાર કર્યા છે. જેથી ત્રણ વર્ષમાં આ યોજના હેઠળ બહેનોની સંખ્યા ૧.૫ લાખથી વધી આજે ૧૧ લાખ સુધી પહોંચેલ છે. આ યોજના અંતર્ગત સહાય આપવા જોગવાઇ
`૯૧૭ કરોડ.
•૧૧ થી ૧૮ વર્ષની કિશોરીઓ માટે પૂરક પોષણ અને આરોગ્યલક્ષી શિક્ષણ આપતી પૂર્ણા યોજના માટે જોગવાઇ `૩૬૫ કરોડ.
•આદિજાતિ વિસ્તારના ૧૦ તાલુકાઓમાં સગર્ભા માતાઓને પૂરક પોષણ આપતી પોષણ સુધા યોજના અમલમાં છે. આ યોજનાનો વ્યાપ વધારી આદિજાતિ વસતિનું બાહુલ્ય ધરાવતા ૭૨ તાલુકામાં આ યોજના વિસ્તારવાની અને પ્રતિ વ્યકિત થતા ખર્ચમાં ૫૦ ટકા જેટલો વધારો કરવાની, હું જાહેરાત કરું છું. આ યોજના માટે જોગવાઇ `૧૧૮ કરોડ.
`૧ લાખ સુધીની નાણાકીય સહાય આપવા માટે એલ.આઇ.સી.ને પ્રીમિયમ આપવા માટે જોગવાઇ `૮૦ કરોડ.
•ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં નંદઘર બાંધકામ અને અન્ય માળખાકીય સુવિધાઓ માટે જોગવાઈ `૩૧ કરોડ.
•નારીગૃહોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ ત્યાં રહેતી બહેનોને રોજગારલક્ષી સગવડો પૂરી પાડવા આ ગૃહોને સી.સી.ટી.વી. તથા ઈન્ટરનેટથી જોડવા માટે જોગવાઇ `૧ કરોડ.