વિધાનસભાની ચૂંટણી માટે મતદાનના ગણતરીના દિવસો બાકી છે ત્યારે સિદ્ધપુર વિધાનસભા બેઠક પર રાજકીય વળાંક જોવા મળી રહ્યો છે. જ્યનારાય વ્યાસનું કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરને સમર્થન સામે આવ્યું છે. વામૈયા ગામે સિદ્ધપુર કોંગ્રેસના ઉમેદવાર ચંદન ઠાકોરની સભામાં જયનારાયણ વ્યાસે હાજરી આપી હતી.
જયનારાયણ વ્યાસે સભામાં લોકોને ચંદનજી ઠાકોરને મત આપી જીતાડવા માટે અપીલ કરી હતી.
નોંધનીય છે કે, જય નારાયણ વ્યાસ ભાજપના સિનિયર નેતા હતા. થોડા સમય અગાઉ તેમણે પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી રાજીનામું આપ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે ભાજપના પૂર્વ નેતા જયનારાયણ વ્યાસ ફરી ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં ભાજપમાંથી રાજીનામું આપનાર જયનારાયણ વ્યાસે કોંગ્રેસ ઉમેદવાર માટે મત માગ્યા છે.
સભામા ડો. જય નારાયણ વ્યાસની ઉપસ્થિતિને લઇ નવા જૂનીના એંધાણ છે. ફરી એકવાર ડો. જય નારાયણ વ્યાસ કોગ્રેસમાં જોડાઈ શકે છે તેવા અનુમાન સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે છે કે ભાજપના સિનિયર નેતા ડો જય નારાયણ વ્યાસે થોડા સમય અગાઉ પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી રાજીનામું આપ્યું હતું.સિદ્ધપુરમાં ભાજપના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂત, કોંગ્રેસના ચંદનજી ઠાકોર અને આમ આદમી પાર્ટીના મહેન્દ્ર રાજપૂત વચ્ચે જંગ છે.