પાટીદારોના ગઢ મહેસાણામાં પીએમ મોદીની 20 સીસીટીવી કેમેરા સાથે સભા થશે

Webdunia
શુક્રવાર, 8 ડિસેમ્બર 2017 (14:18 IST)
પાટીદારોના ગઢ ગણાતા મહેસાણામાં શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા 20 સીસી કેમેરાની બાજ નજર વચ્ચે યોજાશે. પોલીસનુ કહેવુ છે કે, સુરક્ષાની દ્રષ્ટીએ સીસી કેમેરા લગાવાયા છે, જ્યારે સુત્રો કહે છે કે, પાટીદારોના ગઢમા સભા થતી હોઇ સીસી કેમેરા લગાવવા ફરજીયાત બન્યા છે. ચૂંટણી પ્રચાર આખરી તબક્કામાં છે ત્યારે આગામી 9મીએ મહેસાણા એરોડ્રામ ખાતે આયોજીત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં પ્રથમ વખત સીસી કેમેરા લગાવવાનો નિર્ણય લેવાયો છે.

જાણવા મળ્યા મુજબ સભા ખંડના પ્રવેશ દ્વારથી લઇને સ્ટેજ સુધી કુલ 20 કેમેરા લગાવવાનો નિર્ણય લેવાયો છે. પોલીસનું કહેવુ છે કે, સુરક્ષાની દ્રષ્ટીએ સીસી કેમેરા લગાવવાના છે. કોઇ ઘટના બને તો એક જગ્યાએ બેસીને મોનટરીગ કરી શકાય. જે ઓરડ્રામના મેદાન પર નરેન્દ્ર મોદીએ 2012 માં તેમના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન સદભાવના ઉપવાસ કર્યા હતા તે જ મેદાન પર પાંચ વર્ષ પછી વડાપ્રધાનની ચૂંટણી સભા 9મીએ યોજાવાની છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે બપોરે 2 વાગ્યે હિંમતનગર શહેરને અડીને આવેલા મોદી ગ્રાઉન્ડમાં 7 બેઠકોને આવરી લેતી જાહેર સભા યોજાવાની છે.  વડાપ્રધાનની સુરક્ષા હેતૂસર આઇ.જી.ના નેતૃત્વ હેઠળ સુરક્ષા વ્યવસ્થાનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે.  અહીં મોદી પાંચ વિધાનસભા મતવિસ્તારના ઉમેદવાર પ્રચાર અર્થે હાજર રહેશે. મોદીના આગમનને પગલે આખુ ભાભર પોલીસ છાવણીમાં ફેરવાયુ છે. 570 થી વધુ પોલીસ કર્મીઓનો સ્ટાફ ખડેપગે રહેશે.

સંબંધિત સમાચાર

Next Article