'ચાય પર ચર્ચા' માં ગુજરાતના BJP સાંસદ સભ્યોને બોલ્યા પીએમ મોદી - ઝૂંપડીમાં રાત વીતાવો

Webdunia
શુક્રવાર, 24 માર્ચ 2017 (15:34 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશમાં બીજેપીની શાનદાર જીત પછી હવે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની તરફ ફોક્સ કરી રહ્યા છે. તેમણે શુક્રવારની સવારે ગુજરાતના બધા બીજેપી સાંસદોને નાસ્તા પર બોલાવ્યા અને અનેક સલાહ આપી. 
 
રિપોર્ટ્ છે કે પીએમ મોદીએ ગુજરાત ચૂંટણીને ધ્યાનમાં રાખતા સાંસદોને અત્યારથી તૈયારીઓમાં લાગવાની સલાહ આપી છે. પ્રધાનમંત્રીએ સાંસદોને ગરીબોને મળવા અને તેમની સાથે ઝૂંપડીમાં રાત વિતાવવાનું કહ્યુ છે.  તેમણે સાંસદોને ગરીબોની સમસ્યાઓને જાણવાનો આદેશ આપ્યો છે. 
 
પીએમ મોદીના સરકારી રહેઠાણ 7 લોક કલ્યાણ માર્ગ પર થયેલ આ બેઠકમાં તેમણે ગુજરાતના બીજેપી સાંસદોને કહ્યુ છે, તમે તમારા સંસદીય ક્ષેત્રમાં જાવ અને વિકાસના કાર્ય આગળ વધારો.  પ્રદેશની ગરીબ જંનતા સાથે જોડાયેલ અને તેમની પરેશાનીને દૂર કરવામાં મદદ કરો. 
 
ઉલ્લેખનીય છે કે ગુરૂવારે પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશમાં પાર્ટીની શાનદાર જીત પછી રાજ્યના બધા બીજેપી સાંસદોને શુભેચ્છા 
 આપવા માટે ચા પર બોલાવ્યા હતા અને અનેક સલાહ પણ આપી હતી. 
 
Next Article