હાર્દિક પટેલની જાહેર સભાઓમાં તેમનાં ભાષણ સાંભળવા માટે લોકો ઉમટી પડે છે ત્યારે હવે અમુક ઉમેદવારો હાર્દિકને પ્રચારમાં ઉતારવાની કોશિશ કરી રહ્યા છે તેવું સૂત્રો જણાવી રહ્યાં છે. હાર્દિક પટેલની જનસભાઓમાં લાખોની મેદની ઉમટી પડે છે. હાર્દિક પટેલની લોકપ્રિયતાનો લાભ ઉઠાવવા અને તેની ભાષણબાજીથી પ્રભાવિત અમુક ઉમેદવારો તેને પ્રચારમાં ઉતારવા થનગની રહ્યાં છે.
સૂત્રોના જણાવ્યાં મુજબ હાર્દિક પટેલને પોતાની સભામાં ભાષણ કરવા બોલાવવા માટે પણ વેઇટિંગ છે. પાટીદાર અનામત આંદોલનથી ઉભરેલ હાર્દિક પટેલ ભાજપ પર આકરા પ્રહારો કરીને જનતાને ભાજપને વોટ ના આપવા માટે સમજાવે છે. ભાજપ સરકાર દ્વારા હાર્દિક પટેલને બદનામ કરવા માટે ઘણા કાવતરાં કરવામાં આવ્યા પણ દરવખતે એ કાવતરાં નિષ્ફળ ગયા છે. માણસા ખાતે યોજાયેલ હાર્દિક પટેલની સભામાં લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. માણસામાં ગુજરાતના વિકાસ મુદ્દે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ભાજપ સત્તાનું લાલચુ છે તે મનફાવે તેમ વર્તન કરી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા ૨૨ વર્ષથી જીતતાં તેને ઘમંડ આવી ગયો છે અને હવે જનતાને મુર્ખ બનાવી રહ્યાં છે. આ ચુંટણી ભાજપ અને કોંગ્રેસ સામેની નથી પરંતુ સમાજના સ્વાભિમાન અને અધિકાર માટે જેલમાં જવું પડે તો હું તૈયાર છું. પાટીદાર સમાજ પર જે અત્યાચાર થયો તેની આ લડાઈ છે અને આ વખતે ભાજપને હરાવવાની છે.