ગુજરાતમાં નવી સરકારનું ભાવિ 51% યુવાઓના હાથમાં

Webdunia
મંગળવાર, 31 ઑક્ટોબર 2017 (12:56 IST)
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. ઉપયોગ પણ કેમ ન થાય! કેમ કે આ ચૂંટણીમાં તેમનું ભાવિ પણ ગુજરાતના 51 ટકા યુવા મતદાતાઓના હાથમાં છે. રાજકીય નેતાઓ પણ આ વાતને માની રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે 12 લાખ મતદારો પહેલીવાર મતાધિકારનો ઉપયોગ કરશે.

છેલ્લા 20 વર્ષથી તેમણે ગુજરાતમાં માત્ર ભાજપનું શાસન જોયું છે. આ સંજોગોમાં પ્રથમ વખત આ મતદારો પણ ભાજપના 'શાસન વિરોધી' મોજામાં આવી ગયા છે.ગુજરાતનો યુવા મતદાર છેલ્લા કેટલાક વર્ષોથી નરેન્દ્ર મોદીથી અત્યંત પ્રભાવિત હતો. પરંતુ 2014 બાદ તેઓ દેશના વડાપ્રધાન બની જતાં ગુજરાતમાં તેમના અનુગામીઓ આનંદીબેન પટેલ અને વિજય રૂપાણી યુવાઓને પ્રભાવિત કરી શક્યા નથી.મોદી દેશના વડાપ્રધાન બની જતાં ગુજરાતમાં તેમની ગેરહાજરી વર્તાઈ હતી અને તેમના અનુગામીઓના સમયમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી જેવા યુવાનેતાઓના આંદોલનથી જ્ઞાતિ આધારિત યુવાનો પ્રેરિત થઈ ગયા છે. આ આંદોલનકારી યુવાઓ પણ રાજકીય પક્ષોની માફક સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે અને રાજકીય નેતાઓ વિરૂધ્ધ ઝેર ઓંકી રહ્યા છે.

સંબંધિત સમાચાર

Next Article