Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Webdunia
સોમવાર, 16 સપ્ટેમ્બર 2024 (07:56 IST)
-સૌ પ્રથમ ઘરની મહિલાએ એક પાટલા પર સ્વસ્તિક બનાવવુ, ત્યારબાદ પાટલા પર ચોખા પાથરો અને ત્યારબાદ તેના પર પીળા કે ગુલાબી કે લાલ રંગનુ કોઈ નવુ વસ્ત્ર પાથરો.
- પછી જ્યા ગણેશજીની સ્થાપના કરી હોય એ સ્થાન પરથી તેમને ઉઠાવીને આ પાટલા પર બેસાડો
- ગણેશજીને વિરાજમાન કર્યા પછી પાટિયા પર ફળ, ફુલ અને પાંચ મોદક અથવા લાડુ મુકો.
- ત્યારબાદ એક નાનકડી લાકડી લઈને તેના છેડે એક નાનકડી પોટલી બાંધો આ પોટલીમાં ઘઉ, ચણાની દાળ, ચોખા, સોપારી અને સુકામેવા અને થોડા સિક્કા નાખીને બાંધી દો. એવુ કહેવાય છે કે ગણેશજી તેમના ઘરે જઈ રહ્યા છે તો માર્ગમાં તેમને જરૂર પડી શકે છે. તેથી આવુ કરવુ જોઈએ.
- નદી કે તળાવમાં તેમનુ વિસર્જન કરતા પહેલા તેમની આરતી ઉતારો
- ત્યારબાદ ભગવાનને પ્રાર્થના કરો અને તમારી ઈચ્છા બતાવો અને 10 દિવસ દરમિયાન કંઈક ભૂલચૂક થઈ હોય તો તે માટે માફી માંગો
- ત્યારબાદ એક એક કરીને ગણેશજીની બધી વસ્તુઓ પાણીમાં વિસર્જીત કરો.
- જો તમે માટીની મૂર્તિ લાવ્યા છો તો તેમનુ પણ ઘરમાં આ જ રીતે વિસર્જન કરો.  ઘર બહાર એક મોટી ડોલ કે પાણીની કોઠીમાં આ જ રીતે ગણેશજીનુ વિસર્જન કરો ત્યારબાદ પાણી બગીચામાં રેડી દો.
 
વિસર્જન દરમિયાન ન કરશો આ ભૂલ
- વિસર્જન કરતી વખતે કોઈપણ વસ્તુ ભલે તે કિમતી કેમ ન હોય તેને ગણપતિથી અલગ ન કરશો. ઘરે આવીને ગણપતિ જ્યા સ્થાપિત કર્યા હતા એ સ્થાનને પગે પડો.

સંબંધિત સમાચાર

Next Article