Father's Day Messages 2025: પિતા લીમડાના પાન જેવા હોય છે.... તેના પાન ભલે કડવા હોય પણ તે છાયડો તો શીતળ જ આપે છે. ફાધર્સ ડે ની શુભેચ્છા પપ્પા... પિતા અને બળકોનો સંબંધ આ દુનિયામાં સૌથી અલગ હોય છે. એક બાજુ પિતા બાળકો પર ગુસ્સો કરે તેમને લઢે.. પણ બાળકોને પ્રેમ પણ ખૂબ કરે છે. આમ તો પિતા માટે વર્ષનો દરેક દિવસ એક સમાન હોય છે. પણ ફાધર્સ ડે એક એવો દિવસ છે જે પૂર્ણ રૂપથી પિતાને સમર્પિત હોય છે. આ દિવસે અનેક બાળકો પિતા માટે સરપ્રાઈઝ પાર્ટી રાખે છે.