એક વખત મહાભારત કાળમાં ધર્મરાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે ત્રિલોકીનાથ! મેં જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની નિર્જલા એકાદશીની કથા સાંભળી છે, હવે કૃપા કરીને જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથા સંભળાવો અને તેનું મહત્વ કહો. ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે ધર્મરાજા, જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને યોગિની એકાદશી કહે છે. આ એકાદશીથી વ્યક્તિના તમામ પાપોનો અંત આવે છે. આ એકાદશી વ્યક્તિને આ જીવનમાં તમામ સુખ આપે છે, તેમજ મૃત્યુ પછીના જીવનમાં મોક્ષ આપે છે.