દિવાળી 2024 - ફટાકડા ફોડતી વખતે શુ કરવુ શુ નહી, જો ફટાકડા ફોડતા દઝાય જાવ તો શુ કરવુ

Webdunia
શનિવાર, 2 નવેમ્બર 2024 (16:09 IST)
દિવાળીમાં ફટાકડા ફોડવાની પરંપરા છે. પરંતુ ફટાકડા ફોડતી વખતે ખૂબ ધ્યાન રાખવાની જરૂર હોય છે. તો આજે અમે તમને કેટલીક કામની વાતો બતાવી રહ્યા છીએ જે તમારે ફટાકડા ફોડતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ આવો જાણીએ આ વાતો... 
 
- ખુલ્લી જગ્યામાં જ ફટાકડા ફોડવા જોઈએ.
-  આજુબાજુ કોઈ જ્વલનશીલ પદાર્થ કે વાહનો ન હોય તેની કાળજી રાખવી જોઈએ.
-  હંમેશા લાયસન્સ ધરાવતા ફટાકડાવિક્રેતાઓ પાસેથી ફટાકડા ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ.
-  ફટાકડા ફોડતી વખતે કૉટનનાં કપડાં પહેરવાં જોઈએ તથા પગમાં ચપ્પલ કે બૂટ પહેરવા જોઈએ.
- બાળકો વડીલોની દેખરેખમાં જ ફટાકડા ફોડે છે તેનું ધ્યાન રાખવું.
-  જો ફટાકડાનો અવાજ મોટો હોય તો કાનની સંભવિત બહેરાશને ટાળવા માટે કાનમાં કૉટન મૂકો.
-  શ્વસન સાથેની આરોગ્યની સમસ્યા ધરાવતા લોકોએ ઘરની અંદર રહેવાનો આગ્રહ રાખવો.
-  ફટાકડા ફોડવા માટે સ્પાર્કલર અથવા અગરબત્તીનો ઉપયોગ કરો.
- ઇમર્જન્સી માટે પાણીની ડોલ સાથે રાખો.
-  આગના કિસ્સામાં ફાયરબ્રિગેડને 101 પર કૉલ કરો.
-  બને ત્યાં સુધી ખુલ્લા ગ્રાઉન્ડમાં જ ફટાકડા ફોડવા.
-  ફટાકડા ફોડતી વખતે એક હાથનું અંતર રાખો.
- ફટાકડા ફોડતી વખતે તેના પર લખેલી સૂચનાઓ ખાસ વાંચો.
- ફટાકડાં એવા ફોડવા જે પર્યાવરણને અનુકૂળ હોય.
- ફટાકડા હાથમાં ક્યરેય ન ફોડવા 
- પ્રદૂષણ ઓછું કરે તેવા ફટાકડા ફોડવા.
- તારામંડળની સળીઓ નાની હોય છે. જેને કારણે તે ફૂટે તો બાળકો દાઝી જવાના કિસ્સાઓ બનતા હોય છે. જેથી બાળકોને તારામંડળ સાવરણીની સળીમાં ભરાવીને આપવા જોઈએ. ફટાકડા ફોડતી વખતે પણ સાવરણીની - લાકડીમાં અગરબત્તી ભેરવીને ફટાકડા ફોડવા જોઈએ. જેથી દાઝી જવાની સંભાવનાને ઓછી કરી શકાય.”
- ફટાકડાને ખિસ્સામાં મૂકવા ન જોઈએ કારણકે કોઈકવાર તણખાને કારણે ફટાકડા ખિસ્સામાં પણ ફૂટી જવાના બનાવો બને છે.
-  ફટાકડા ફોડતી વખતે ખુલ્લા કપડાં ન પહેરવા જોઈએ. ફટાકડા ફોડો ત્યારે અન્ય ફટાકડા દૂર રાખવા જોઈએ."
- રૉકેટ ફોડવાને લઈને પણ કેટલીક તકેદારી રાખવાની સલાહ આપે છે.
-  રૉકેટ બિલ્ડિંગોથી દૂર ફોડવા જોઈએ. રૉકેટ આડા ક્યારેય ફોડશો નહીં. બૉટલમાં મૂકીને જ રૉકેટ ફોડવાં. બૉટલ પણ ધૂળ ભરીને મૂકવી જેથી રૉકેટ સળગે ત્યારે બૉટલ પડી ન જાય કારણકે તેમાં વજન હોય.”
-  રૉકેટ કે ફટાકડા ક્યારેક આડા ફાટવાને કારણે મોં કે પ્રાઇવેટ પાર્ટ સુદ્ધા દાઝી જવાના કિસ્સાઓ બન્યા છે.
-  કોઠી સળગાવતી વખતે તકેદારી રાખવી,  કોઠી સળગી કે નહીં તે જોવા જતી વખતે આંખોને નુકસાન થયું હોય તેવા બનાવો પણ બને છે."

સંબંધિત સમાચાર

Next Article