Gujarati New Year Wishes in Gujarati - નવુ વર્ષ દરેક માટે જુદુ જુદુ હોય છે. કેટલાક લોકો કેલેંન્ડરના બદલાતા વર્ષને નવુ વર્ષ તરીકે ઉજવે છે. તો કેટલાક લોકો ચૈત્ર નવરાત્રીથી શરૂ થતા હિન્દુ નવ વર્ષને નવા વર્ષ તરીકે ઉજવે છે. જ્યારે કે ગુજરાતીઓ માટે નવુ વર્ષ એટલે દિવાળીનો બીજો દિવસ. કારતક મહિનાના શુક્લ પક્ષની પ્રતિપ્રદાથી નવુ વર્ષ શરૂ થાય છે. લોકો આ દિવસે લોકો એકબીજાને સાલ મુબારક અને નૂતન વર્ષાભિનંદન કહીને શુભેચ્છા પાઠવે છે. આપ પણ આ સુંદર મેસેજ દ્વારા તમારા મિત્રો અને સગાસંબંધીઓને શુભેચ્છા પાઠવી શકો છો.
Nutan Varshabhinanadn
1 માફી માગવાની શરૂઆત હુ કરુ,
માફી આપવાની શરૂઆત તમે કરો
મારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો
તમારી લાગણી દુભાઈ હોય તો
આ વર્ષના પહેલા દિવસે
હુ દિલથી માફી માંગુ છુ
નવા વર્ષના શુભ દિવસોની
મારા અને મારા પરિવાર તરફથી
ખૂબ ખૂબ શુભેચ્છા -
Nutan Varshabhinanadn
2. નવુ વર્ષ આપ સૌને સુખ શાંતિ
સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય બક્ષે અને
તમે પ્રગતિના તમામ શિખરો સર કરો
એવી નવા વર્ષની શુભેચ્છા
હેપી ન્યુ ઈયર
Nutan Varshabhinanadn
3. આપ સૌને વિકમ સંવત 2082 ના નૂતન વર્ષની હાર્દિક શુભકામના
નવુ વર્ષ આપના માટે મંગલકારી નીવડે અને આપ સુખ શાંતિ અને