Chhath Puja 2022- આ વ્રતમાં મહિલાઓ 36 કલાક નિર્જળ વ્રત રાખે છે.
Chhath Puja 2022- આસ્થાનો મહાપર્વ છઠ આ વખતે 28 ઓક્ટોબરથી નહાય-ખાયની સાથે શરૂ થશે. ચાર દિવસ સુધી ચાલતા આ વ્રતમાં મહિલાઓ સંતાનની લાંબી ઉમ્ર માટે 36 કલાકનો નિર્જળ વ્રત રાખે છે.
પહેલા દિવસ નહાય-ખાયની સાથે શરૂ થાય છે આ વ્રત
28 ઓક્ટોબર 2022ને નહાય -ખાયની સાથે છઠ પૂજાનુ આ વ્રત શરૂ થશે.
- આ દિવસે સવાર ઉઠીને ઘરની સાફ-સફાઈ કરાય છે.
- તેમજ 29 ઓક્ટોબરે ખરના થાય છે.
- આ દિવસથી વ્રત શરૂ થાય છે. રાત્રે મહિલાઓ ખીર ખાઈને 36 કલાકનુ નિર્જળ વ્રત શરૂ કરે છે.
- તેમજ ત્રીજા દિવસે ડૂબતા સૂર્યને જળ અર્પણ કરાય છે.
- ચોથા દિવસે ઉગતા સૂર્યને અર્ધ્ય આપવાની સાથે વ્રત પુરૂ થાય છે.
છઠ પૂજા મુહુર્ત
30 ઓક્ટોબરે સાંજે 5.37 વાગ્યે અસ્તગામી (ડૂબતા સૂર્ય) ને અર્ધ્ય આપવાનો મુહુર્ત છે. તેમજ 31 ઓક્ટોબરે સવારે 6.31 વાગ્યે ઉગતા સૂર્યને અર્ધ્ય આપવાનો મુહુર્ત છે. છટ પૂજાનો વ્રત કાર્તિક મહીનાના શુક્લ પક્ષની ચતુર્થીથી શરૂ થઈ રહ્યો છે.
છઠ પૂજાની માન્યતા
માન્યતા છે કે છઠ પૂજાની શરૂઆત મહાભારત કાળથી ચાલુ થઈ હતી. કર્ણ દરરોક કમર સુધી પાણીમાં કલાકો સુધી ઉભા રહીને ઉગતા સૂર્યએ અર્ધ્ય આપતા હતા અને પૂજા કરતા હતા. સૂર્યદેવની કૃપાથી તે મહાન યોદ્ધા બન્યા અને તેણે કવચ-કુંડળ મળ્યા હતા. કર્ણને સૂર્ય પુત્ર પણ કહેવાય છે. તેથી આ વ્રતમાં પણ કમર સુધી પાણીમાં ઉભા થઈને ઉગતા સૂર્યને જળ અર્પણ કરાય છે.