છઠ પૂજામાં ડૂબતા સૂરજને અર્ધ્ય કેમ આપવામાં આવે છે ? જાણો તેના લાભ વિશે

રવિવાર, 3 નવેમ્બર 2024 (08:04 IST)
છઠ મહાપર્વનો આજે ત્રીજો દિવસ છે. આજે છઠનુ પ્રથમ અર્ધ્ય આપવામાં આવશે અને આ અસ્તાચલગાયી સૂર્ય (ડૂબતા સૂરજને) આપવામાં આવે છે.  જળમાં દૂધ નાખીને સૂર્યની અંતિમ કિરણને અર્ધ્ય આપવામા આવે છે. 
 
સાંજના સમયે અર્ધ્ય આપવાથી કેટલાક વિશેષ પ્રકારના લાભ થાય છે.  એવુ કહેવાય છે કે તેનાથી આંખોની રોશની વધે છે અને આયુ લાંબી થાય છે. સાથે જ આર્થિક સંપન્નતા આવે છે. આ સમયે અર્ધ્ય વિદ્યાર્થીઓ પણ આપી શકે છે.  તેનાથી તેમને અભ્યાસમાં લાભ થાય છે. 
 
આ છે અર્ધ્ય અપાવાનો નિયમ -  સૌ પહેલા જળમાં થોડુ દૂધ મિક્સ કરો. ત્યારબાદ એક ટોપલીમાં ફળ અને ઠેકુવા(એક બિહારી વાનગી) વગેરેથી સજાવીને સૂર્ય દેવની ઉપાસના કરો અને અર્ધ્ય આપ્યા પછી જે પણ મનોકામના છે તેને પૂરી કરવાની પ્રાર્થના કરો. કોશિશ કરો કે જ્યારે સૂર્યને જળ આપી રહ્યા હોય ત્યારે તેનો રંગ લાલ હોય. જો તમે કોઈ કારણસર અર્ધ્ય નથી આપી શકતા તો ફક્ત સૂરજના દર્શન કરીને પ્રાર્થના કરવાથી પણ લાભ થશે. 
 
ડૂબતા સૂરજને અર્ધ્ય કેમ ?
 
સવારે સૂર્યની આરાધના કરવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે. સૂર્ય મુખ્ય રૂપે ત્રણ સમયે સૌથી પ્રભાવશાળી હોય છે. સવારે, બપોરે અને સાંજે. મધ્યાન્હની આરાધના કરવાથી નામ અને યશની પ્રાપ્તિ થાય છે અને સાંજની આરાધના સંમ્પન્નતા પ્રદાન કરે છે.  અસ્તાચલગામી(સાંજનો સૂરજ) પોતાની બીજી પત્ની પ્રત્યૂષા સાથે રહે છે. જેમને અર્ધ્ય આપવો તરત જ પ્રભાવશાળી હોય છે.  જે લોકો અસ્તાચલગામી (અસ્ત થતા સૂરજની)આરાધના કરે છે તેમણે સવારના સૂરજની ઉપાસના પણ જરૂર કરવી જોઈએ. 
 
આવા લોકોએ ડૂબતા સૂરજને જરૂર અર્ધ્ય આપવુ જોઈએ 
 
જે લોકોની આંખોની રોશની ઓછી થઈ રહી હોય કે પછી જે લોકોને કોઈ સરકારી કામ અટક્યુ હોય. જે પણ લોકો કારણ વગર કેસમાં ફસાયા હોય, જે વિદ્યાર્થી વારેઘડીએ પરીક્ષામાં નિષ્ફળ થઈ રહ્યા હોય કે જે લોકોને પેટની સમસ્યા હોય એવા લોકોએ ડૂબતા સૂરજને અર્ધ્ય જરૂર આપવુ જોઈએ. તેનાથી ઘણો ફાયદો થાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર