પત્ની પર થયેલા ગેંગરેપનો એક વર્ષ પછી લીધો બદલો, પતિએ આરોપીને ડાયનામાઈટથી ઉડાવ્યો

Webdunia
સોમવાર, 17 જાન્યુઆરી 2022 (18:31 IST)
મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં એક હૃદયદ્રાવક મામલો સામે આવ્યો છે. જ્યાં પતિએ ફિલ્મી સ્ટાઈલમાં પત્ની પર ગેંગરેપ કરનારની હત્યા કરી નાખી. આવી સ્થિતિમાં ફિલ્મી સ્ટાઈલમાં બનેલી આ હત્યાની ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા.
 
જાણવા મળ્યુ છે કે  આ મામલો રતલામ જિલ્લાના રત્તાગડખેડા ગામનો છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, જ્યાં બળાત્કારના આરોપી લાલ સિંહના ખેતરમાં લગાવવામાં આવેલ મોટરના સ્ટાર્ટરને આરોપી પતિએ  ડાયનામાઈટ સાથે જોડી દીદ હુ હતુ.  જેવુ લાલસિંહે સ્ટાર્ટરનું બટન દબાવ્યુ વિસ્ફોટ થયો અને લાલસિંહના ચીંથરા ઉડી ગયા
 
કહેવાય છે કે યુવકે અગાઉ પણ તેની પત્ની સાથે થયેલા દુષ્કર્મનો બદલો લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યારબાદ આરોપી નાસી છૂટ્યો હતો. પરંતુ 6 મહિનાની રાહ જોયા બાદ તેણે ફરી હુમલો કર્યો અને તેનો બદલો લીધો. આ કેસના ખુલાસા બાદ પોલીસે પતિની ધરપકડ કરી હતી. જ્યારે ગેંગરેપના અન્ય 2 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.
 
પ્રાથમિક તપાસમાં જ પોલીસને શંકા હતી કે આ હત્યા છે. તપાસ દરમિયાન ખબર પડી કે ગામનો એક જ વ્યક્તિ ઘટનાના દિવસથી પરિવાર સાથે ગાયબ છે.  પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા, ખેડૂત ભાંગી પડ્યો અને સમગ્ર ઘટના વિશે ખુલાસો કર્યો. આ દરમિયાન આરોપીએ કહ્યું કે તેણે આ ઘટનાને અંજામ આપવા માટે લાલ સિંહના ખેતરમાં ટ્યુબવેલ બ્લાસ્ટ કરીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. 
 
ઉલ્લેખનીય છે કે  આ સનસનાટીભરી ઘટનાની કહાની એક વર્ષ પહેલા શરૂ થઈ હતી. પોલીસે માહિતી આપી કે આરોપી લાલ સિંહની હત્યામાં પકડાયેલા સુરેશે જણાવ્યું કે દબંગ ભંવરલાલ પાટીદાર, લાલ સિંહ ખતીજા અને દિનેશ ગામના મિત્રો હતા. જ્યાં આ ત્રણેએ ગામના જ સુરેશ લોઢાની પત્ની પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. આ દરમિયાન સુરેશે પણ ઘટનાસ્થળે પહોંચીને પત્નીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે જ્યારે તેણે વિરોધ કર્યો તો ત્રણે મિત્રોએ તેને ધમકી આપી અને કહ્યું કે FIR કરી તો મારી નાંખીશું.

સુરેશ તે સમયે ધમકીથી ડરી ગયો અને પોલીસની પાસે ન ગયો. જોકે તેણે પોતાની આંખોની સામે પત્નીની આ સ્થિતિને થતા જોઈને સમ ખાધા હતા કે કોઈને પણ છોડીશ નહિ. તે અંદર-અંદર જ આગમાં સળગતો રહ્યો. છ મહીના સુધી ચુપ રહ્યો અને આરોપીઓ બેદરકાર બને તેની રાહ જોવા લાગ્યો. આ દરમિયાન તેણે ટીવી પર જોયું કે નકસલી ડેટોનેટર અને જિલેટિનનો ઉપયોગ કરીને જવાનો પર હુમલો કરે છે, જેમાં શરીરના ચીંથરા ઉડી જાય છે.
 
જીવ લેવા માટે જાળ પાથરી
 
રતલામ જિલ્લામાં ડેટોનેટર અને જિલેટિન સરળતાથી મળી જાય છે. અહીં કુવો બનાવવાથી લઈને માછલી મારવા સુધી તેનો ઉપયોગ થાય છે. સરેશને તેનો ઉપયોગ કરતા આવડતું હતું. તેણે સિમલાવદાના રહેવાસી બદ્રી પાટીદાર પાસેથી મોટી સંખ્યામાં જિલેટિનની લાકડીઓ અને ડેટોનેટર ખરીદ્યા હતા. સુરેશે સૌથી પહેલા ભંવરલાલને વિસ્ફોટથી ઉડાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે ખેતરના ટ્યૂબવેલના સ્ટાર્ટર સાથે ડેટોનેટર અને જિલેટિન સેટ કરી દીધી હતી. જોકે જિલેટિનની સ્ટીક ઓછી હતી. આ કારણે હળવો વિસ્ફોટ થયો હતો. ભંવરલાલ બચી ગયો. પોલીસે તપાસ કરી, જોકે કઈ ખાસ જાણવા મળ્યું નહિ.

6 મહિના વીતી ગયા પછીથી સુરેશે હવે લાલા સિંહ પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. ગામમાં ખેતી માટે વીજળી આપવાનું અલગ જ ફીડર હોય છે. સવારે લાઈટ હોય તો રાતે ન હોય. આ વાતનો સુરેશને ખ્યાલ હતો. તેણે લાલસિંહ ખતીજાની રેકી કરી હતી. તેને ખ્યાલ હતો કે તે પણ ટ્યૂબવેલનું સ્ટાર્ટર શરૂ કરતો હતો. આ કારણે સુરેશે રાતે વીજળી ગઈ કે તરત જ ડેટોનેટર સેટ કર્યું હતું. લાલા સિંહ પાકની સિંચાઈ માટે ટ્યૂબવેલ પર જતો હતો. તેણે ભંવરલાલ જેવો પ્લાન તૈયાર કર્યો હતો. આ વખતે તેણે જિલેટિનની 14 સ્ટિક્સને વિસ્ફોટ માટે લગાવી હતી. લાલા સિંહે જેવું સ્ટાર્ટરનું બટન દબાવી દીધું, બ્લાસ્ટથી તેના ચીંથરા ઉડી ગયા.
 
આ મુદ્દા અંગે રતલામ એસપીએ જણાવ્યું હતું કે બિલપંક પોલીસ સ્ટેશનની સાથે સાયબર ટીમ અને એફએસએલ ટીમ તપાસમાં રોકાયેલી છે. આ ઘટનાના દિવસે જ પોલીસને માહિતી મળી હતી કે ગામના ભંવરલાલ સાથે પણ આવી જ ઘટના બની હતી. જેનાથી સ્પષ્ટ થયું કે આ અકસ્માત નહી પરંતુ હત્યા છે
 
એવું પણ જાણવા મળ્યું છે કે પોલીસ દ્વારા આરોપીઓ વિશે માહિતી આપનારને 10 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. જે બાદ ખબર પડી કે સુરેશ લોઢા પરિવાર સાથે ગુમ છે અને  તે સાંંવલિયા જીને મળવા ગયો છે. જે બાદ પોલીસ ટીમે તેને 6 જાન્યુઆરીએ મંદસૌર નજીકથી પકડી લીધો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ સનસનીખેજ ગુનો કર્યાની કબૂલાત કરી હતી.
 

સંબંધિત સમાચાર

Next Article