મુન્દ્રામાં કાકાના દીકરાએ જ એક વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યું, બનાવટી આઇ.ડી. બનાવી બિભત્સ ફોટા અપલોડ કર્યા

Webdunia
સોમવાર, 21 ફેબ્રુઆરી 2022 (08:08 IST)
સોશિયલ મીડિયાને કારણે અનેક ધૃણાસ્પદ ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે મુન્દ્રા તાલુકાના એક ગામમાં  ભાઇએ જ યુવતિના ફોટા અને વિડીયો ફેક આઇડી મારફતે વાયરલ કરી તેમજ સતત એક વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો હોવાનો ધુણાસ્પદ બનાવ સામે આવ્યો છે. ભોગ બનનાર યુવતિની ફરિયાદ પરથી મુન્દ્રા પોલીસે આઇ.ટી. એક્ટ અને બળાત્કારની કલમો તળે ગુનો નોંધી કાકાઇ ભાઇને દબોચી લીધો હતો. મુન્દ્રા પોલીસ મથકે ભોગબનનાર યુવતિએ ફરિયાદમાં લખાવ્યું હતું કે, એક વર્ષ પૂર્વે આ બનાવની શરૂઆત થઇ હતી. આરોપીએ ફરિયાદી યુવતિના ફોટા અને વિડીયો વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી અવાર નવાર બળાત્કાર ગુજાર્યો હતો.​​​​​​​ સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ પર ફરિયાદીના નામની આઇ.ડી. બનાવી તેના પર બિભત્સ ફોટા અપલોડ કરી બદનામ કરવાનું શરૂ કર્યું હતું. જેથી આરોપી કાકાઇ ભાઇ સામે બહેને ગુનો નોંધાવ્યો હતો. મુન્દ્રા પોલીસે આરોપી સામે બળાત્કાર અને આઇ.ટી. એક્ટ હેઠળ ગુનો દર્જ કરી આરોપીને દબોચી લીધો હોવાનું સુત્રોએ ઉમેર્યું હતું. ફરિયાદીના કાકાઇ ભાઇ આરોપીની મુન્દ્રા પોલીસે અટક કરી આગળની તજવીજ હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર

Next Article