સુરતના કામરેજમાં પિતાએ પુત્રને ઠપકો આપતાં પુત્રએ પિતાને વાઇપર માર્યું, વિફરેલા પિતાએ ગોળી મારી

Webdunia
ગુરુવાર, 18 ઑગસ્ટ 2022 (08:54 IST)
સુરતના કામરેજમાં બનેલી ઘટનામાં પુત્ર વધારે પડતું મોબાઇલમાં રચ્યો પચ્યો રહેતો હોવાથી નિવૃત આર્મીમેન પિતાએ ઠપકો આપ્યો હતો. જેથી પુત્રે વાઇપરથી હુમલો કર્યો હતો. જેથી પિતાએ ફાયરિંગ કરતાં પત્ની વચ્ચે પડતાં પુત્રના જમણાં હાથમાં ગોળી વાગી હતી. પત્નીએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે અટક કરી હતી.વાવની ચંદ્રર્શન સોસાયટીમાં રહેતાં નિવૃત આર્મીમેન ધર્મેન્દ્ર સાકીયા પત્ની સંગીતા તથા 15 વર્ષીય પુત્ર પ્રિન્સ તથાં 12 વર્ષીય પુત્રી જાસ્મીન સાથે રહે છે.

ધર્મેન્દ્ર બોડીગાર્ડ તરીકે નોકરી કરે છે. તા 16-8-2022નાં સાંજે નોકરીથી આવી રાત્રે ઘરે બેઠાં હતા. ત્યારે ધો 9માં અભ્યાસ કરતા પુત્ર પ્રિન્સ પિતાએ ‘તૂ મોબાઇલનો વધારે ઉપયોગ કરે છે. ભણવામાં ધ્યાન આપતો નથી.’ કહી ઠપકો આપ્યો હતો.પુત્રે ગુસ્સામાં પ્રતિયુત્તર આપતા ‘તમે મને દરરોજ ખીજવાયા કરો છો.’ કહીં પોતુ મારવાનું વાઇપર માથામાં મારી દેતા પિતાનાં માથામાંથી લોહી નીકળતા ધર્મેન્દ્રે ‘આજે બંનેને મારી નાખીશ’ કહી પોતાની રિવોલ્વરથી પ્રિન્સને મારવા દોડતા પુત્રને બચાવવા સંગીતાબહેને પતિનો હાથ પકડી લેતા ગોળી કીચનમાં અથડાઇ હતી.બીજી ગોળી પ્રિન્સનાં જમણાં હાથમાં વાગી હતી. પત્નીએ પતિ વિરુધ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઇપીકો 307 તથા આર્મ એકટ હેઠળ ગુનો નોંધી આમીમેનની અટક કરી હતી.પ્રિન્સને હાથમાં ગોળી વાગતા માતા સંગીતાબહેને બુમાબુમ કરતા પડોશમાં રહેતો રાહુલસિંગે દોડી આવી નિવૃત આર્મીમેનનાં હાથમાંથી રિવોલ્વર ઝુંટવી લીધી હતી. તેમજ 108 એમ્બ્યુલન્સને ફોન કરી બોલાવી પિતા અને પુત્ર બંનેને તાત્કાલિક દીનબંધુ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર બાદ પ્રિન્સને સુરત સ્મીમેરમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાં સ્વસ્થ થતાં રજા આપી દેવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

Next Article