ગુજરાતમાં મહિલાઓ પર અપરાધ દિવસો દિવસ વધતા જાય છે. જેને લીધે મહિલાઓની સુરક્ષા પર પ્રશ્ન ચિહ્ન છે. એવુ લાગે છે કે ગુજરાતની મહિલાઓ પર ગુજરાતના પુરૂષોએ ગુલામ બનાવવાનુ નક્કી કરી લીધુ છે. જે તેમના કહ્યા મુજબ ન કરે તો તેને જીવવાનો અધિકાર નથી. શુ આ એ જ ગુજરાત છે જ્યા કહેવાતુ હતુ કે મહિલાઓ અડધી રાત્રે પણ એકલી જઈ શકે છે. આજે આવી જે એક ઘટના ગોધરામાં બની છે.
ગોધરાના ધાણીત્રા ગામે પત્નીએ પતિને 3 દિવસ બાદ ઘરે આવતા સવાલ કર્યો તો ક્રોધે ભરાયેલા પતિએ પત્નીને કુહાડી મારીને ઘાયલ કરીને 2 વર્ષની પુત્રીને કૂવામાં ડુબાડીને મારી નાખી હોવાની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાઇ હતી.
પત્નીને કુહાડી મારી પતાવી દીધી
ધાણીત્રમાં રહેતા પર્વતસિંહ ઉંદેસીંહ પરમારની પત્ની સવિતાબેને પતિ પર્વતસિંહ 3 દિવસ બાદ ઘરે આવતા ટોકયા હતા. જેથી પતિ ઉશ્કેરાઇને ઝઘડો કરીને સવિતાબેનને માથાના ભાગે લોખંડની ધારધાર કુહાડી મારીને ઇજા કરી હતી. મારી નાખવાના ઇરાદે પર્વતસિંહે કુહાડી પત્નીને મારવા જતાં પત્નીએ હાથ વચ્ચે લાવી દેતાં હાથમાં ઇજા થઇ હતી.
ઉશ્કેરાઈને દીકરીને પણ કૂવામાં ફેંકી
ત્યાર બાદ ઉશ્કેરાયેલા પતિ ઉદેસિહે પોતાની બે વર્ષની પુત્રી કાજલને ઘરની પાછળ આવેલા કૂવામાં ફેકી દીધી હતી અને પાણીમાં ડુબાડીને તેની હત્યા કરી પર્વતસિંહ નાસી ગયો હતો. પત્ની અને પુત્રીની હત્યા વિરુદ્ધ પતિ પર્વતસિંહ પરમાર સામે પોલીસમાં હત્યાનો ગુનો નોંધાવવામાં આવ્યો છે.