સોશિયલ મીડિયાથી સેક્સ સુધી, મુસ્લિમ યુવકે યુવતિને પ્રેમજાળમાં ફસાવી ગુજાર્યો બળાત્કાર

Webdunia
મંગળવાર, 28 ડિસેમ્બર 2021 (11:46 IST)
રાજ્યમાં સતત વધી રહેલા ક્રાઇમને રોકવા માટે પોલીસ સતત ખડેપગ રહે છે. ત્યારે બીજી તરફ આજના યુવાપેઢી દેખાદેખી અને સોશિયલ મીડિયાના રવાડે ચઢી ગઇ છે. ત્યારે લવ જેહાદ કિસ્સા પણ વધી રહ્યા છે ત્યારે શહેરમાં વધુ એક લવ જેહાદની ઘટના પ્રકાશમાં આવી છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ૧૧ ડિસેમ્બરે હિમાલયા મોલ પાસેથી સગીરા ગુમ થયાની અરજી દાખલ થઇ હતી. જેમાં વિધર્મી યુવકે યુવતીને બ્લેકમેઈલ કરી લગ્ન કર્યા બાદ ધર્મ પરિવર્તન કરાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.  વસ્ત્રાપુર પોલીસે આરોપીની ધરપકડ કરી ગુજરાત ધર્મ સ્વતંત્ર (સુધારા) અધિનિયમ ૨૦૨૧ અને પોક્ષો એકટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી યુવક સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરાના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ યુવતિને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે લગ્ન કર્યા હતા લગ્ન પછી યુવક સગીરાને  રાજસ્થાનમાં અન્ય એક મિત્રના ઘરે લઈ ગયો હતો જ્યાં સગીરાનું ધર્મ પરિવર્તન કરાવાયું હતું. આરોપી યુવકે સગીરા સાથે લગ્ન પહેલા સગીરાના નગ્ન ફોટો અને વીડિયો મેળવી લીધા હતા અને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતો, આરોપી યુવકે સગીરાને બ્લેકમેઈલ કરી તેનો વીડિયો બનાવી ધમકી આપતો હોવાનું પોલીસ ફરિયાદમાં યુવતિએ નોંધાયું છે. 
 
યુવતી અચાનક તેના ઘરેથી ગુમ થતા પોલીસે જાણવા જોગ અરજીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં યુવતી થરાદના દુઘવા ગામેથી મળી આવી હતી. સાથે જ આરોપી પણ ત્યાંથી મળી આવતા પોલીસે તેની અટકાયત કરી હતી. જે અંગે પોલીસે યુવતીની પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવ્યો હતો. યુવકે યુવતીના અલગ અલગ ડોક્યુમેન્ટ પર ડરાવી ધમકાવી સહીઓ કરાવી હોવાનું પણ મનાઈ રહ્યું છે. 
 
વસ્ત્રાપુર પોલીસે આરોપી રિયાઝ મેમણ નામના યુવકની ધરપકડ કરી લીધી છે. આરોપી પાલનપુરમાં ઓટોમોબાઇલના વ્યવસાય સાથે સંકળાયેલો છે. આરોપી રિયાઝે અને સગીરા 2019 માં ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવ્યા હતા. જોકે રિયાઝ મેમણે ઇન્સ્ટાગ્રામ પર પોતાનું સાચું નામ નહિ પરંતુ કબીર ખાન નામે એકાઉન્ટ બનાવ્યું હતું. આરોપી અને સગીરાને મળવા માટે પાલનપુરથી અમદાવાદ આવતો હતો. ૧૧મી ડિસેમ્બરે આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી જયપુર લઈ જઈ સગીરાનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. ત્યારબાદ અલગ અલગ જગ્યાએ લઈ જઈ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. 
 
હાલ તો વસ્ત્રાપુર પોલીસે સગીરા અને તેમના પરિવાર સાથે હેમખેમ ભેટો કરાવીને આરોપીની ધરપકડ કરી પોક્શો, ગુજરાત ધર્મ સ્વતંત્ર (સુધારા) અધિનિયમ ૨૦૨૧ અંતર્ગત ગુનો દાખલ કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

Next Article