ICC ODI Rankings: પાકિસ્તાન પાસેથી 2 દિવસમાં જ છીનવાઈ ગયો ODI ક્રિકેટનો તાજ, હવે આ ટીમ બની નંબર-1

Webdunia
સોમવાર, 8 મે 2023 (08:48 IST)
Pakistan ODI Rankings: પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણી 4-1થી જીતી હતી, પરંતુ પાંચમી વનડેમાં ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને 47 રનથી હરાવી દીધું. આ હાર સાથે પાકિસ્તાની ટીમ ICC ODI રેન્કિંગમાં પ્રથમ સ્થાનેથી નીચે સરકી ગઈ છે. પાકિસ્તાનની ટીમ માત્ર 48 કલાક જ નંબર વન પર રહી શકી હતી અને હવે તેના હાથમાંથી નંબર-1નો તાજ ફરી છીનવાઈ ગયો છે.
વનડે રેકિંગમાં નીચે સરકી ગયુ પાકિસ્તાન  
ચોથી વનડેમાં જીત સાથે પાકિસ્તાનની ટીમ ICC ODI રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર પહોંચી ગઈ હતી, પરંતુ નંબર વન પર રહેવા માટે ટીમને પાંચમી વનડે જીતવી જરૂરી હતી, પરંતુ તેમ થઈ શક્યું નહીં.  પાકિસ્તાનના હવે 112 પોઈન્ટ છે અને તે ICC ODI રેન્કિંગમાં ત્રીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાની ટીમ નંબર વન પર છે. તેમના 113 રેટિંગ પોઈન્ટ છે.  સાથે જ ભારત બીજા નંબર પર છે, તેમના પણ 113 પોઈન્ટ છે, પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમ દશાંશમાં આગળ છે. ન્યુઝીલેન્ડ પાંચમા સ્થાને યથાવત છે પરંતુ હવે તેનું રેટિંગ 107 થી 108 સુધી સુધર્યું છે. તે ઈંગ્લેન્ડથી પાછળ છે જે 111 રેટિંગ સાથે ચોથા સ્થાને છે.
 
પાકિસ્તાન પહેલીવાર બન્યુ હતું નંબર-1  
વર્ષ 2005માં પ્રથમ વખત ICC દ્વારા રેન્કિંગ સિસ્ટમ દાખલ કરવામાં આવી હતી. ત્યારપછી પાકિસ્તાનના ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે પાકિસ્તાનની ટીમ ICC ODI રેન્કિંગમાં નંબર વન પર પહોંચી, પરંતુ બાબર આઝમની આગેવાનીવાળી ટીમે 2 દિવસમાં જ આ ખુશી ગુમાવી દીધી.
 
પાંચમી વનડેમાં જ તૂટી ગયું સપનું 
પાંચમી વનડેમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે સાચા નીકળ્યા. મેચમાં ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. વિલ યંગ 91 બોલમાં શાનદાર 87 રન બનાવ્યા બાદ તેમની ત્રીજી વનડે તે સદી ચૂકી ગયા. આ ઉપરાંત લાથમે 59 રનનું યોગદાન આપ્યું હતું. આ બેટ્સમેનોના કારણે જ કિવી ટીમે પાકિસ્તાનને 299 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને પાકિસ્તાનની ટીમ હાંસલ કરી શકી ન હતી અને 47 રનથી મેચ હારી ગઈ હતી.
 
પાકિસ્તાન તરફથી ઈફ્તિખાર અહેમદ અને આઘા સલમાને 97 રનની ભાગીદારી કરી, જેનાથી જીતની આશા જાગી પરંતુ તેઓ જીતી શક્યા નહીં, કારણ કે સલમાન હેનરી શિપલી દ્વારા 57 રન બનાવીને આઉટ થયો હતો. સાથે જ  ઇફ્તિખાર 94 રન બનાવીને આઉટ થયો હતો.

સંબંધિત સમાચાર

Next Article