ODI WC 2023 : ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચને લઈને આવ્યુ મોટુ અપડેટ, જાણો ક્યા રમાશે આ હાઈ વોલ્ટેજ મેચ

શુક્રવાર, 5 મે 2023 (10:59 IST)
ODI World Cup 2023 IND vs PAK Match : ભારત અને પાકિસ્તાનની ટીમો ક્રિકેટ મેદાન પર એકવાર ફરીથી સામસામે રમવા જઈ રહી છે. આ વર્ષે વનડે વિશ્વકપનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. જેની મેજબાની ભારતને મળી છે.  વનડે વિશ્વ કપ આ વર્ષે ઓક્ટોબરથી લઈને નવેમ્બર સુધી ભારતમાં રમાશે.  આ દરમિયાન અત્યાર સુધીનો સંપૂર્ણ શેડ્યુલ રજુ કરાયો નથી. પણ માનવામા આવી રહ્યુ છે કે ટૂંક સમયમાં જ આનુ એલાન કરવામાં આવશે.  આ દરમિયાન ક્રિકેટ ફેંસ એ વાતની રાહ જોઈ રહ્યા છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ ક્યારે અને ક્યા રમાશે.  કારણ કે ભારત નએ પાકિસ્તાનની ટીમો હવે  આઈસીસી ટૂર્નામેંટમાં જ ટકરાતી જોવા મળી રહી છે.  બાકી તેમની વચ્ચે પરસ્પર શ્રેણી રમાતી નથી.  હવે જાણવા મળ્યુ છે કે બીસીસીઆઈએ એ સ્થાનો એટલે વેન્યુની લિસ્ટ તૈયાર કરી લીધી છે જ્યા વિશ્વ કપ 2023 રમાવાનો છે.  
 
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાઈ શકે છે ભારત વિરુદ્ધ પાકિસ્તાન વનડે વિશ્વ કપનો મુકાબલો  
 
ભારત અને પાકિસ્તાનની ટીમો આ વર્ષમાં ઓછામાં ઓછી બે વાર ટકરાશે. આ વર્ષે એશિયા કપનું પણ આયોજન થવાનું છે, જેનું આયોજન પાકિસ્તાને કર્યું છે, પરંતુ ટીમ ઈન્ડિયા પાકિસ્તાનમાં રમવા જશે નહીં. તેથી, બીસીસીઆઈ ઈચ્છે છે કે ટુર્નામેન્ટ તટસ્થ સ્થળે યોજાય જ્યાં ભારતીય ટીમ જઈ શકે. આ માટે કેટલીક જગ્યાઓના નામ પણ જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ પાકિસ્તાન આ માટે તૈયાર હોય તેવું લાગતું નથી. એટલા માટે એશિયાના આયોજનનો મામલો મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ હવે વર્લ્ડ કપને લઈને મોટા સમાચાર આવ્યા છે. ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલમાં જણાવાયું છે કે વન-ડે વર્લ્ડમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ શકે છે.  બીસીસીઆઈ દ્વારા મેચો માટે પસંદ કરાયેલા સ્થળોમાં અમદાવાદ સિવાય નાગપુર, બેંગ્લોર, તિરુવનંતપુરમ, મુંબઈ, દિલ્હી, લખનૌ, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, રાજકોટ, ઈન્દોર, ધર્મશાલા અને ચેન્નાઈનો સમાવેશ થાય છે. પરંતુ અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રમવા જવાના સમાચાર સામે આવ્યા છે. આ સાથે એવા સમાચાર છે કે ODI વર્લ્ડ કપની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે રમાઈ શકે છે, એટલે કે તે જ દિવસે શરૂ થશે, જે નવેમ્બર સુધી ચાલશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર