સુદાનથી પરત આવેલા ગુજરાતીઓએ કહ્યું એર સ્ટ્રાઈકની વચ્ચે અમને રેસ્ક્યૂ કરવામાં આવ્યા

ગુરુવાર, 27 એપ્રિલ 2023 (12:38 IST)
સુદાનથી ભારતીય લોકોને 'ઓપરેશન કવેરી' હેઠળ પરત લાવવામાં આવી રહ્યા છે. 360 લોકોને સૌપ્રથમ સુદાનથી એરફોર્સ દ્વારા દિલ્હી લાવવામાં આવ્યા છે. ભારતમાં પ્રવેશતાં લોકોના જીવમાં જીવ આવ્યો હતો. આ લોકોમાં કેટલાક ગુજરાતીઓ પણ હતા, જે દિલ્હીથી ફલાઇટ દ્વારા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પરિવારને જોતાં જ સુદાનથી આવેલા લોકો ભેટી પડ્યા હતા.તમામ લોકોને પરત આવ્યા બાદ પણ મનમાં પોતાની માલ અને મૂડીની ચિંતા છે.


સુદાનથી પરત ફરેલા ગુજરાતીઓએ મીડિયાને જણાવ્યું હતું કે, સુદાનમાં સ્થિતિ ભયંકર છે રેસ્ક્યૂ-ઓપરેશનમાં અમને ફિલ્મ જેવી ફીલિંગ આવતી હતી. એર સ્ટ્રાઇક ચાલુ છે; લોકોનાં ઘર તૂટે છે, એની વચ્ચે અમને રેસ્કયૂ કરવામાં આવ્યા છે. પરિસ્થિતિ દિવસે દિવસે ખરાબ થતી જાય છે. ગુજરાતીઓ એકબીજાને સાચવે છે. લાઈટ, પાણી 7 દિવસથી કપાઈ ગયાં હતાં. પરિસ્થિતિ ખરાબ થતાં અમે બીજા ગામે ગયા અને ત્યાંથી અમને એરફોર્સ દ્વારા પરત લાવવામાં આવ્યા હતા. એર સ્ટ્રાઇક ચાલુ થઈ ગઈ છે, જેમાં લોકોનાં ઘર જ તોડી પાડવામાં આવે છે. બધું ત્યાં મૂકીને આવ્યા છીએ, ખાલી થોડાં કપડાં સાથે આવ્યાં છીએ.

ગુજરાતીઓ, ભારતીય અને સાઉદી ગવર્નમેન્ટનો બહુ જ સપોર્ટ રહ્યો છે. સરકારના સપોર્ટથી પરત આવ્યા છીએ. ફિલ્મમાં જેમ આર્મીના પ્લેનમાં લઈ જાય એ રીતે અમે આવ્યા છીએ.હાલ યુક્રેન જેવી સ્થિતિ સુદાનમાં થઈ છે, જેના કારણે યુક્રેનની જેમ પોતાનો જીવ બચાવી ભારતીય નાગરિકો પરત આવી રહ્યા છે. કોઈ નોકરીધંધા માટે તો કોઈ ત્યાં જ રહેતું હતું, જેમને આફત આવતાં પરત આવવું પડ્યું છે. પહેરવાનાં કપડાં સિવાય કોઈ વસ્તુ સાથે લાવી શક્યા નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર