Asia Cup 2024: બાંગ્લાદેશને હરાવીને ટીમ ઈંડિયાની ફાઈનલમાં એંટ્રી, હવે પાકિસ્તાન સાથે થશે મુકાબલો

Webdunia
શુક્રવાર, 26 જુલાઈ 2024 (17:58 IST)
IND W vs BAN W Asia Cup 2024 Semi Final: હરમનપ્રી કૌરની કપ્તાનીવાળી મહિલા ક્રિકેટ ટીમે એશિયા કપ 2024ની ફાઈનલમાં શાનદાર એંટ્રી મારી લીધી છે.  પહેલી સેમીફાઈનલમાં બાગ્લાદેશને 10 વિકેટથી હરાવીને ભારતે વિરોધી ટીમને ચારેખાને ચિત્ત કરી નાખ્યુ.  પહેલા બોલરોએ બાગ્લાદેશને એક મામૂલી સ્કોર પર રોકી લીધા અને ત્યારબદ બેટ્સમેનોએ કમાલને બેટિંગ કરીને ટીમને ફાઈનલની ટિકિટ અપાવી દીધી. હવે ફાઈનલમાં ભારતની સામે કંઈ ટીમ રહેશે. જેનો નિર્ણય પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાનારી બીજી સેમીફાઈનલનુ રિઝલ્ટ નક્કી કરશે. 
 
ભારતે કોઈપણ વિકેટ ગુમાવ્યા વગર લક્ષ્ય મેળવી લીધુ 
 
મેચમાં પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 20 ઓવરમાં માત્ર 80 રન બનાવ્યા હતા. એટલે કે ભારતને જીતવા માટે 81 રનનો નાનો સ્કોર હતો, જે ભારતે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 11 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. એક તરફ શેફાલી વર્માએ 26 રનની ઇનિંગ રમી તો બીજી તરફ ઓપનર સ્મૃતિ મંધાનાએ શાનદાર 55 રન બનાવ્યા. બોલરોએ ભારત માટે તૈયાર કરેલા પ્લેટફોર્મ પર બેટ્સમેનોએ કામ કર્યું. 28 જુલાઈના રોજ રમાનારી ફાઇનલમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન અથવા શ્રીલંકામાંથી થશે. ભારતીય ટીમ પહેલાથી જ ખિતાબ જીતવાની દાવેદાર માનવામાં આવતી હતી, હવે ફાઈનલમાં પહોંચ્યા બાદ ભારત એશિયા કપના બીજા ટાઈટલથી માત્ર એક ડગલું દૂર છે.
 
ખરાબ રહી બાંગ્લાદેશની બેટિંગ, રેણુકા સિંહે મચાવ્યો કહેર 
 આ પહેલા બાંગ્લાદેશની ટીમ જ્યારે બેટિંગ કરવા ઉતરી ત્યારે ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ વિકેટ પહેલી જ ઓવરમાં પડી જ્યારે દિલારા અખ્તર માત્ર 6 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. રેણુકા સિંહે તેને પેવેલિયનમાં મોકલી દીધો. આ પછી બીજી વિકેટ પણ 17ના સ્કોર પર પડી. ઈસ્મા તનઝીમ 8 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. રેણુકા સિંહે પણ તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. મુર્શિદા ખાતૂન પણ ચાર રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. સળંગ ત્રણ વિકેટ લઈને રેણુકા સિંહે બાંગ્લાદેશને માત્ર બેકફૂટ પર જ નહીં મુકી પરંતુ વિરોધી છાવણીમાં પણ હલચલ મચાવી દીધી.
 
નિગારા સુલ્તાના રમી કપ્તાની રમત 
બાંગ્લાદેશના એક છેડે સતત વિકેટો પડી રહી હતી ત્યારે કેપ્ટન નિગાર સુલ્તાનાએ એક છેડો પકડી રાખ્યો હતો. જો કે તેને કોઈનો સાથ મળી રહ્યો ન હતો. શોર્ના અખ્તરે છેલ્લી ઓવરોમાં ચોક્કસપણે થોડો ટેકો આપ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. તેણે 19 રન બનાવ્યા હતા. કેપ્ટન સુલ્તાનાએ 51 બોલનો સામનો કર્યો અને 32 રનની શાનદાર ઇનિંગ રમી.  આ દરમિયાન તેના બેટ દ્વારા 2 ચોક્કા આવ્યા. ત્યારબાદ પણ આખી ટીમ ફક્ત 80 રન જ બનાવી શકી.  ત્યારબાદ ભારત સામે 81 રનનો ટારગેટ હતો.  ત્યારે જ નક્કી થઈ ગયુ હતુ કે ભારતીય ટીમ સેમીફાઈનલમાં પહોચી જશે..  અને થયુ પણ એવુ જ.  હવે ભારતીય ટીમ ફાઈનલમાં કોની સાથે રમશે તેનો નિર્ણય બીજી સેમીફાઈનલમાં થશે જેમા પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મુકાબલ ઓ થવાનો છે. 

સંબંધિત સમાચાર

Next Article