Women's T20I Asia Cup 2024 Scheduled: એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) એ મહિલા ટી20 એશિયા કપ 2024નું શેડ્યૂલ જાહેર કર્યું છે. મહિલા ટી20 એશિયા કપ 2024 19 જુલાઈથી શ્રીલંકાના દામ્બુલામાં શરૂ થશે. સાથે જ આ ટૂર્નામેન્ટ 28 જુલાઈ સુધી રમાશે. આ વખતે શ્રીલંકા મહિલા એશિયા કપમાં 8 ટીમો ભાગ લેશે. જ્યારે ગત વર્ષે આ ટુર્નામેન્ટમાં સાત ટીમોએ ભાગ લીધો હતો.
મહિલા એશિયા કપનું શેડ્યૂલ જાહેર
મહિલા T20 એશિયા કપ 2024માં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવી મોટી ટીમો સાથે UAE, મલેશિયા, નેપાળ અને થાઈલેન્ડની ટીમો રમતી જોવા મળશે. ઉલ્લેખનિય છે કે વુમન્સ પ્રીમિયર કપ 2024ની સેમીફાઈનલમાં સ્થાન બનાવીને આ ચાર ટીમોએ મહિલા ટી20 એશિયા કપ 2024 માટે ક્વોલિફાય કરી લીધું છે.
એક જ ગ્રુપમાં ભારત-પાકિસ્તાન
મહિલા T20 એશિયા કપ 2024માં ભારત, પાકિસ્તાન, UAE અને નેપાળને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યા છે. જ્યારે ગ્રુપ બીમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, મલેશિયા અને થાઈલેન્ડની ટીમ છે. આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે 21મી જુલાઈના રોજ મેચ રમાશે. તે જ સમયે, આ ફાઇનલ મેચ 28 જુલાઈના રોજ યોજાશે.
19 જુલાઇ- પાકિસ્તાન vs. નેપાળ
19 જુલાઈ- ભારત vs UAE
20 જુલાઈ- મલેશિયા vs. થાઈલેન્ડ
20 જુલાઇ- શ્રીલંકા vs બાંગ્લાદેશ
21 જુલાઇ- નેપાળ vs UAE
21 જુલાઈ- ભારત vs પાકિસ્તાન
22 જુલાઈ- શ્રીલંકા vs મલેશિયા
22 જુલાઈ- બાંગ્લાદેશ vs થાઈલેન્ડ
23 જુલાઈ- પાકિસ્તાન vs UAE
23 જુલાઈ- ભારત vs નેપાળ
24 જુલાઈ- બાંગ્લાદેશ vs મલેશિયા
24 જુલાઈ- શ્રીલંકા vs થાઈલેન્ડ