T 20 World Cup Final Live - ઈંગ્લેંડની શાનદાર જીત

Webdunia
રવિવાર, 13 નવેમ્બર 2022 (17:06 IST)
આજે આઈસીસી ટી-20 વર્લ્ડકપમાં ઑસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડ વચ્ચે ફાઇનલ મૅચ રમાશે. પાકિસ્તાન આ મૅચમાં ટૉસ હારી ગયું છે. ઇંગ્લૅન્ડે ટૉસ જીતીને પાકિસ્તાનને પહેલાં બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું છે. પાકિસ્તાને ઈંગ્લેન્ડ સામે 138 રનનો લક્ષ્ય આપ્યો છે
 
ઑસ્ટ્રેલિયામાં આ ફાઇનલ મૅચ માટે ક્રિકેટ પ્રેમીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રવિવારે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં જ્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમ ફાઇનલ માટે મેદાનમાં ઊતરશે તો ઑસ્ટ્રેલિયામાં રહેતાં પાકિસ્તાનીઓનું સમર્થન તો તેમને મળશે જ પરંતુ ઇંગ્લૅન્ડ સામે ભારે અંતરથી હારનાર ભારતીય ટીમના પ્રશંસકો, અને ઇંગ્લૅન્ડના પરંપરાગત પ્રતિસ્પર્ધી ઑસ્ટ્રેલિયાના સમર્થકો પણ પાકિસ્તાનને સમર્થન આપવા માગે છે.

05:03 PM, 13th Nov
વર્લ્ડ કપ ફાઈનલ: ઈંગ્લેન્ડને જીતવા માટે 12 બોલમાં 7 રનની જરૂર, સ્ટોક્સ અને મોઈન અલી ક્રીઝ પર

05:01 PM, 13th Nov
ઈંગ્લેન્ડને જીતવા માટે 18 બોલમાં 12 રનની જરૂર છે, સ્ટોક્સ અને મોઈન અલી ક્રીઝ પર

04:54 PM, 13th Nov
શાહીન શાહ આફ્રિદીએ પ્રથમ ઓવરમાં જ 1 રન બનાવ્યા બાદ એલેક્સ હેલ્સને ક્લીન બોલ્ડ કર્યો હતો

04:52 PM, 13th Nov
ઈંગ્લેન્ડનો સ્કોર 15 ઓવર પછી 97/4 છે.

04:40 PM, 13th Nov
ઈંગ્લેન્ડનો સ્કોર 13 ઓવર પછી 87/4 છે. 
શાહીન શાહ આફ્રિદીએ પ્રથમ ઓવરમાં જ 1 રન બનાવ્યા બાદ એલેક્સ હેલ્સને ક્લીન બોલ્ડ કર્યો.

ફિલ સોલ્ટ 9 બોલમાં 10 રન બનાવીને હરિસ રઉફના બોલ પર આઉટ થયો હતો.
 
જોસ બટલરને સારી શરૂઆત મળી હતી, પરંતુ તે 17 બોલમાં 26 રન બનાવીને આઉટ થયો હતો.
 

04:25 PM, 13th Nov
ENG 77/3 (10)*
ઈંગ્લેંડની અડધી પારી પૂરી થઈ 10 ઓવર પછી ઈગ્લેંડના 3 વિકેટના નુકશ્હાન પર 77 રન. સ્ટોક્સ 17 અને બ્રુક્સ 14 રન બનાવીને ક્રીઝ પર. ઈંગ્લેંડને જીત માટે 60 બૉલપર 61 રનની જરૂર છે. 

04:20 PM, 13th Nov
પાવરપ્લે પછી ઈગ્લેંડએ પ્રથમ બાઉંડ્રી 9મા ઓવરમાં મળી. શાદાબ ખાનની બૉલ પર રિવર્સ શાર્ટ રમતાની કોશિશમાં સ્ટોક્સ બૉલને કનેક્ટ નહી કરી શક્યા. બૉલ તેમના બેટથી કિનારો લઈ વિકેટની પાછળ બાઉંડ્રીએ સુધી ગઈ. સ્ટોક્સ બ્રુક્સ 11-11 રન બનાવીમે ક્રીઝ પર Score- 69/39 (9 ઓવર)

04:09 PM, 13th Nov
- નસીમ શાહના 5મા ઓવરમાં જોસ બટલરે તેમનો ટ્રેડમાર્ક શૉટ રમતા વિકેટના પાછળ છક્કો માર્યો. 
 
-પાવરપ્લેનો અંતિમ ઓવર લઈને આવ્યા હારિસ રઉસએ ત્રીજી બૉલ પર જોસ બટલરને આઉટ કરી ઈંગ્લેંડને મોટો આંચકો આપ્યો છે. બટલર 26 રન બનાવીને પવેલિયન પરત ફર્યા. 

03:46 PM, 13th Nov
શાહીન અફરીદી ત્રીજી ઓવરથી 7 રન આપ્યા. પાકિસ્તાનને બીજા વિકેટની શોધ.  સ્કોર 28/1 3 ઓવર પછી 
 

03:42 PM, 13th Nov
નસીમ શાહએ બીજા ઓવરમાં ત્રણ ચોક્કા થયા. ઈંગ્લેંડના 14 રન. પાકિસ્તાનને મેચને રોમાંચન બનાવવુ છે તો જલ્દી જ એક - બે વિકેટ લેવા પડશે. 

03:37 PM, 13th Nov
શાહીન આફ્રિદીએ પહેલી ઓવરના છેલ્લા બોલ પર એલેક્સ હેલ્સને આઉટ કરી ઈગ્લેંડનો પ્રથમ આંચકો આપ્યો છે. હેલ્દ 1 રન પર બોલ્ડ થયા. 
 

03:28 PM, 13th Nov
જોસ બટલર અને એલેક્સ હેલ્સની જોડી 138રનની લક્ષ્ય પૂરા કરવા ઉતરી છે. શાહીન અફરીદી પ્રથમ ઓવર નાખી રહ્યા છે.  

03:14 PM, 13th Nov
17મા ઓવર લઈને આવ્યા સેમ કુર્રનએ ત્રીજી બૉલ પર શાન મસૂદને આઉટ કરી પાકિસ્તાનને 5મો ઝટકો આપ્યુ છે. મસૂદ 28 બૉલ પર 28 રન બનાવીને આઉટ થયા. સેમ કુર્રનની આ બીજી વિકેટ છે. 
 
 
18મા ઓવર લઈને આવ્યા ક્રિસ જાર્ડનએ શાદાબ ખાનને આઉટ કરી પાકિસ્તાનને ઝટકો આપ્યો છે. શાદાબ 20 રન બનાવીને આઉટ થયા. પાકિસ્તાનનો હવે 150 પહોંચવો થોડુ મુશ્કેલ છે. 
 

03:07 PM, 13th Nov
15મા ઓવરમાં પાકિસ્તાનનો સ્કોર 100ની પાર પહોચ્યો છે. અંતિમ 5 ઓવરની રમત બાકી છે અને પાકિસ્તાનને અહીં ઓછામાં ઓછા 50 થી 60 રનની જરૂર છે. ક્રીઝ પર શાન મસૂદની સાથે શાદાબ ખાન છે. 
 

03:04 PM, 13th Nov
આદિલ રશિદએ 14મા ઓવરથી ખર્ચ્યા 8 રન, તેની સાથે તેમનો 4 ઓવર પૂરા થયા. 

03:02 PM, 13th Nov
12મા ઓવરની પ્રથમ બૉલ પર આદિલ રશિદએ બાબાર આઝમને 32 ના સ્કોર પર આઉટ કરી પાકિસ્તાનને ત્રીજુ ઝટકો આપ્યો. 13મા ઓવરમાં સ્ટોક્સએ ઈફ્તિખારને આઉટ કરી પાકિસ્તાનને ચોથો ઝટકો આપ્યો. 
 

02:23 PM, 13th Nov
 
10 ઓવરની રમત પછી પાકિસ્તાનનુ સ્કોર 2 વિકેટના નુકશાન પર 68 રન છે. બાબર 29 અને શાન મસૂદ 11 રન બનાવીને ક્રીઝ પર છે. 

02:19 PM, 13th Nov
આદિલ રાશિદે હારિસ રૂપમાં પાકિસ્તાનને બીજો ઝટકો આપ્યો હતો. હરિસ 12 બોલમાં 8 રન બનાવીને આઉટ થયો.

02:15 PM, 13th Nov
પ્રથમ 6 ઓવરની રમત પાકિસ્તાનમાં ગઈ. મેન ઇન ગ્રીને પાવરપ્લેમાં 1 વિકેટના નુકસાને 39 રન બનાવ્યા. મોહમ્મદ હારિસ બાબર આઝમ સાથે ક્રિઝ પર છે.

02:09 PM, 13th Nov
યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન ઋષિ સુનકે પણ પોતાની ટીમને ટ્વીટ કરીને શુભેચ્છાઓ પાઠવી છે.
 

01:59 PM, 13th Nov
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ટ્વીટ કરીને તેમની ટીમને શુભકામનાઓ પાઠવી છે

સંબંધિત સમાચાર

Next Article