બીસીસીઆઈ અધ્યક્ષ અને પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીની તબિયત એકવાર ફરી બગડી ગઈ છે. તેમને કલકતાના અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યા તેમની સારવાર ચાલી રહી છે. થોડા દિવસ પહેલા સૌરવ ગાંગુલીને હાર્ટ એટેક આવ્યો હતો. જેને કારણે તેમની એંજીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીનુ કલકત્તાના વુડલૈંડ્સ હોસ્પિટલમાં એંજિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.
<
BCCI Chief Sourav Ganguly being taken to Apollo Hospital in Kolkata after he complained of chest pain. More details awaited.
— ANI (@ANI) January 27, 2021
async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >
હવે તેમની તબિયત એકવાર ફરી બગડતા વુડલૈંડ્સ હોસ્પિટલના ડોક્ટર રૂપાલી બસુએ કહ્યુ કે દાદાને ધમનીઓમાં અવરોધ માટે ચેકઅપ કરાવવાનુ છે. ઉલ્લેખનીય છેકે 7 જાન્યુઆરીના રોજ સૌરવ ગાંગુલીને વુડલૈંડ્સ હોસ્પિટલમાંથી રજા મળી હતી. 2 જાન્યુઆરીના રોજ સૌરવ ગાંગુલીની તબિયત અચાનક બગડી ગઈ. જ્યારબાદ તેમણે કલકત્તાના વુડલૈંડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
2 જાન્યુઆરીના રોજ ઘરમાં જીમમાં વર્કઆઉટ દરમિયાન તેમને છાતીમાં દુખાવો થયો હતો. ત્યારબાદ પરિજનોએ તેમને તરત જ કલકત્તાને વુડલૈડ્સ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. 48 વર્ષીય સૌરવ ગાંગુલીની એંજિયોપ્લાસ્ટી કરવામાં આવી. ગાંગુલીની એક ધમનીમાં એંજિયોપ્લાસ્ટી થઈ હતી પણ આ ઉપરાંત ગાંગુલીના દિલની નસોમાં બે વધુ બ્લોકેજ છે. ડોક્ટરે તેમને નિયમિત ચેકઅપ કરવાની સલાહ આપી હતી.