AUSvIND: ગાબામાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યા પછી ટીમ ઈંડિયા પર ફીદા થયા અકરમ, આફ્રિદી અને અખ્તર

બુધવાર, 20 જાન્યુઆરી 2021 (15:18 IST)
ટીમ ઈન્ડિયાએ જે રીતે  ઓસ્ટ્રેલિયાને બ્રિસ્બેનના ગાબા મેદાન પર ત્રણ વિકેટથી પરાજિત કર્યું હતું તેનાથી આખું ક્રિકેટ જગતને હચમચી ગયુ. ઓસ્ટ્રેલિયા ગાબામાં32 વર્ષમાં પ્રથમ વખત કોઈ ટેસ્ટ મેચ હારી ગયું છે. ક્રિકેટ જગતની તમામ હસ્તીઓ ટીમ ઈન્ડિયાના વખાણ કરતા થાકી નથી રહી તો આવી સ્થિતિમાં પાકિસ્તાનના દિગ્ગજો પણ વખાણ કરવામાં પાછળ નથી રહ્યા. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર વસીમ અકરમ, શોએબ અખ્તર અને શાહિદ આફ્રિદીએ ટીમ ઈન્ડિયાની જોરદાર પ્રશંસા કરી છે. વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, હનુમા વિહારી, મોહમ્મદ શમી, આ દિગ્ગજ ખેલાડીઓની ગેરહાજરીમાં બીજા ક્રમની ટીમ ઈન્ડિયાએ ગાબા ટેસ્ટ અને શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને  2-1થી હરાવી સીરીઝ પોતાને નામ કરી છે. 
 
વસીમ અકરમે ટ્વિટર પર લખ્યું, 'ભારત માટે અતુલ્ય ટેસ્ટ અને શ્રેણી જીત. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં આવી બોલ્ડ, સાહસિક અને મજબૂત એશિયન ટીમ માટે આનાથી મુશ્કેલ પ્રવાસ જોયો નથી. કોઈ વિષમતા આ ટીમને રોકી શકી નહીં, સ્ટાર ક્રિકેટરોની ઈજા, 36 રને ઓલઆઉટ થયા બાદ, બાકીના લોકો માટે પ્રેરણારૂપ હતી  મહાન ભારત.

 
શોએબ અખ્તરે ટ્વિટર પર લખ્યું છે, "વાહ, શ્રેણીમાં 36   રન પર ઓલઆઉટ થયા પછી પણ ઓસ્ટ્રેલિયાની ધરતી પર સીરીઝ જીતી.  શાહિદ આફ્રિદીએ ટ્વિટર પર લખ્યું, 'ભારતનું અતુલ્ય પ્રદર્શન. આટલી ઇજા બાદ ટીમ ઇન્ડિયાએ જબરદસ્ત જીત નોંધાવી, ભારતીય ટીમને અભિનંદન. આ શ્રેણી લાંબા સમય સુધી યાદ રહેશે


વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર