India vs Sri Lanka 2nd Test Day 2: શ્રીલંકાની ટીમ 109 પર ઑલઆઉટ, ભારતનો બીજો દાવ શરૂ

Webdunia
રવિવાર, 13 માર્ચ 2022 (15:21 IST)
ભારત અને શ્રીલંકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આજે મેચનો બીજો દિવસ છે. ભારત સામેની ડે-નાઈટ ટેસ્ટના બીજા દિવસે શ્રીલંકા તેની પ્રથમ ઇનિંગમાં 109 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી એન્જેલો મેથ્યુસે 43 રન બનાવ્યા હતા. નિરોશન ડિકવેલા 21 રન બનાવીને આઉટ થયો હતો. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 24 રન આપીને પાંચ જ્યારે મોહમ્મદ શમી અને રવિચંદ્રન અશ્વિને બે-બે વિકેટ લીધી હતી.

ટીમ ઈન્ડિયાની પ્રથમ ઈનિંગમાં શ્રેયસ અય્યરે 98 બોલમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 92 રન બનાવ્યા હતા. તેના સિવાય વિરાટ કોહલીએ 23 અને રિષભ પંતે 39 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 252 રન બનાવ્યા હતા. ભારતે બીજા દાવમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 21 રન બનાવ્યા હતા. ભારતની લીડ 164 રન પર પહોંચી ગઈ છે. રોહિત અને મયંક ક્રિઝ પર છે

સંબંધિત સમાચાર

Next Article