ઓસ્ટ્રેલિયાના મહાન લેગ સ્પિનર શેન વોર્નનું નિધન (Shane Warne Passes Away)થયું છે. તેઓ 52 વર્ષના હતા. ઓસ્ટ્રેલિયન ન્યૂઝ ચેનલ ફોક્સ સ્પોર્ટના રિપોર્ટ અનુસાર શેન વોર્ન થાઈલેન્ડમાં હતા અને ત્યાં તેમનું અચાનક શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું. ફોક્સ સ્પોર્ટે શેન વોર્નની મેનેજમેન્ટ એજન્સીને ટાંકીને એક નિવેદનમાં જણાવ્યું હતું કે વોર્ન થાઈલેન્ડના એક વિલામાં હતો જ્યાં તે શનિવારે સવારે (ઓસ્ટ્રેલિયન સમય મુજબ) બેભાન હાલતમાં મળી આવ્યો હતો, પરંતુ મેડિકલ ટીમના શ્રેષ્ઠ પ્રયાસો છતાં તે હોશમાં આવી શક્યો ન હતો. લાવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના એક જ દિવસમાં બે દિગ્ગજ ખેલાડીઓના મોતથી સમગ્ર ક્રિકેટ ટીમ (Australian Cricket Team) આઘાતમાં છે. નિવેદન અનુસાર, શેન વોર્ન થાઈલેન્ડના કોહ સમુઈ ટાપુમાં હતા અને ત્યાં તેના વિલામાં રહેતા હતા. શેન વોર્નના પરિવારે ગોપનીયતાનું સન્માન કરવાની અપીલ કરી છે અને કહ્યું છે કે બાકીની માહિતી યોગ્ય સમયે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ભારત સામે ડેબ્યુ, શાનદાર કેરિયર
શેન વોર્ને 1992માં ભારત વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને પ્રથમ ટેસ્ટમાં માત્ર 2 વિકેટ લીધી હતી. પરંતુ તે પછી તેને રોકવો મુશ્કેલ બની ગયો અને દરેક બેટ્સમેન તેની સ્પિનના ઇશારે નાચતા રહ્યા. તેની લગભગ 16 વર્ષની લાંબી આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં વોર્ન સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં સામેલ હતો. તેમણે પોતાના 145 ટેસ્ટ કેરિયરમા 708 વિકેટો લીધી હતી અને તે માત્ર શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મુથૈયા મુરલીધરન (800 વિકેટ) બાદ બીજા સૌથી સફળ બોલર હતા. તેણે 194 વનડેમાં 293 વિકેટ પણ લીધી હતી. 1999ના વર્લ્ડ કપ ફાઇનલમાં તે મેન ઓફ ધ મેચ રહ્યો હતો અને ટીમને ખિતાબ અપાવ્યો હતો.