ઓસ્ટ્રેલિયા તરફથી મળેલ 287 રનના ટારગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત બીજા દાવમાં ખરાબ રહી. મિશેલ સ્ટાર્કએ લોકેશ રાહુલને પ્રથમ જ ઓવરમાં પેવેલિયન ભેગા કર્યા. ત્યારબાદ ચોથી ઓવરમાં જોશ હેજલવુડને ચેતેશ્વર પુજારાએ આઉટ કરી ભારતને ઝટકો આપ્યો.
ભારતને મળ્યુ 287 રનનુ લક્ષ્ય
ચોથા દિવસે લંચ પછી ઓસ્ટ્રિલ્યાનો બીજો દાવ 243 રન પર સમેટાઈ ગયો. આ પહેલા 43 રનની બઢત મળી હતી. તેના ભારતને જીતવા માટે 286 રનનુ લક્ષ્ય મળ્યુ. મોહમ્મદ શમીએ સર્વાધિક છ વિકેટ લીધી. બીજી બાજુ ઓસ્ટ્રેલિયાના ઉસ્માન ખ્વાજાએ સૌથી વધુ 71 રન બનાવ્યા.