India vs Sri Lanka Live Cricket Score : શ્રીલંકાએ ભારત વિરુદ્ધ કોલંબોના આર પ્રેમદાસા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલ ત્રીજી ટી-20 મેચ 7 વિકેટે જીતી લીધી. શ્રીલંકાની ટીમને ભારત પાસેથી 82 રનનુ મામુલી લક્ષ્ય મળ્યુ. જેને ટીમે માત્ર 3 વિકેટ ગુમાવીને મેળવી લીધુ. ટીમે આ પ્રકારના વનડે સીરીઝનો બદલો લેતા ટી-20 શ્રેણી 2-1ના અંતરથી પોતાને નામે કરી લીધી. ટીમની આ જઈતના હેરો વાનિંદુ હસરંગા રહ્યા. જેમણે ભારતીય બેટિંગ લાઈનને વિખેરી નાખતા માત્ર 9 રન આપીને ચાર મોટી વિકેટ લીધી. ટીમ ઇન્ડિયા આ આંચકાઓમાંથી ક્યારેય ઉગરી શકી નથી અને સ્કોરબોર્ડ પર માત્ર 81 રન પર જ અટકી ગયો.
રાહુલ ચહરે ભાનુકાને એલબીડબ્લ્યુ આઉટ કર્યો અને 8 મી ઓવરના અંતિમ બોલ પર ભારતને બીજી સફળતા અપાવી. ભાનુકાએ સમરવિક્રમની સલાહ લીધા બાદ સમીક્ષા લીધી હતી, પરંતુ તેમનો નિર્ણય ખોટો સાબિત થયો. બોલ તેમની પાછળ વાગ્યો. સ્ટમ્પ હિટ થયો. ભાનુકાએ 18 રન બનાવ્યા
શ્રીલંકા સામે ઈન્ડિયાનો સૌથી ઓછો સ્કોર
ત્રીજી T-20માં ઈન્ડિયન ટીમ 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 81 રન કરી શકી છે. આ ઈન્ડિયાનો શ્રીલંકા સામે સૌથી ઓછો સ્કોર પણ છે. આની પહેલાના લોએસ્ટ સ્કોરની વાત કરીએ તો એ 2016માં પૂણેમાં ઈન્ડિયન ટીમે શ્રીલંકા સામે બનાવ્યા હતો. ત્યારે ટીમ 18.5 ઓવરમાં 101 રન કરી ઓલઆઉટ થઈ ગઈ હતી. જે મેચને શ્રીલંકાએ સરળતાથી 5 વિકેટે જીતી લીધી હતી.
10:54 PM, 29th Jul
- રાહુલ ચહરે સમરવિક્રમાને 12 મી ઓવરના અંતિમ બોલ પર બોલ્ડ કર્યો અને ભારતને 56 રનમાં ત્રીજી સફળતા અપાવી. ચહરની ત્રીજી વિકેટ. સમરવિક્રમાએ 6 રન બનાવ્યા હતા