ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ ભારતે 113 રને જીતી લીધી છે. સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્ક ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ટેસ્ટ મેચના પાંચમા દિવસે ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને બીજા દાવમાં 191 રનમાં ઓલઆઉટ કરી દીધું. ભારત તરફથી બુમરાહ-શમીએ 3-3 વિકેટ લીધી છે. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન જીન એલ્ગરે બીજી ઇનિંગમાં 77 રન બનાવ્યા હતા. આ સાથે ભારત ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0થી આગળ થઈ ગયું છે. ભારતે સેન્ચુરિયનમાં પ્રથમ વખત ટેસ્ટ મેચ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તે પહેલાં ક્યારેય અહીં રહ્યો નહોતો.
સેન્ચુરિયન ટેસ્ટમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 113 રને હરાવ્યું. આ સાથે ભારત ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્ક ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટેસ્ટ મેચનો આજે પાંચમો દિવસ છે. સાઉથ આફ્રિકાએ બીજા દાવમાં સાત વિકેટ ગુમાવીને 200 રનની નજીક બનાવ્યા હતા. ભારત હવે જીતથી 3 વિકેટ દૂર છે. ભારત તરફથી બુમરાહે 3 વિકેટ ઝડપી છે. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન જીન એલ્ગરે બીજી ઇનિંગમાં 77 રન બનાવ્યા હતા.